- એલસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે AMCના માથે ટોપલો નાખ્યો
- પાંજરાપોળ પાસે કપાઈ રહેલા વૃક્ષોના સવાલનો જવાબ ના આપ્યો
- વૃક્ષો કાપવા અંગે કોર્પોરેશનમાં વાત કરો : એલસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ
અમદાવાદના પોશ વિસ્તાર એવા IIM રોડથી પાંજરા પોળ સુધી એએમસી દ્રારા વૃક્ષો કાપી નખાતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો,બ્રિજ બનાવવાની કામગીરીને લઈ વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે.મિડીયા દ્રારા આ કપાતા વૃક્ષોને લઈ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહને પ્રશ્ન કરવામાં આવ્યો હતો તો તેમણે કહ્યું કે આ બાબતે કોર્પોરેશનમાં રજૂઆત કરો.
તમે ચૂંટાયેલા ધારાસભ્ય છો તો તમને જ પૂછશે સ્થાનિકો
અમદાવાદના આઈઆઈએમ વિસ્તારમાં બ્રિજ બનવાની કામગીરી કરાઈ રહી છે ત્યારે કોર્પોરેશન દ્રારા વૃક્ષો કાપવાની કામગીરી કરાઈ રહી છે.આ કામગીરીમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું કે વૃક્ષો ના કાપો તેમ છત્તા,વૃક્ષો કાપવામાં આવ્યા હતા.આજે વૃક્ષા રોપણના કાર્યક્રમમાં ધારાસભ્ય અમિત શાહને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો વૃક્ષોને લઈ તો તેમણે કહ્યું કે,કોર્પોરેશનમાં વાત કરો અને તેમણે જવાબ આપવાના બદલે ટોપલો કોર્પોરેશન પણ ઢોળયો હતો.

વૃક્ષારોપણનો યોજાયો કાર્યક્રમ
અમદાવાદ મનપા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરના મેયર પ્રતિભા જૈન અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતુ.વાસણા બેરેજ પાસે એક લાખ ઝાડ વાવવાનો લક્ષ્યાંક
કરાયો છે.
મોડી રાતથી વૃક્ષો કાપવાની કામગીરી કરાઈ હતી
રાત્રે દશ વાગ્યાની આસપાસ કેટલાક લોકોએ વૃક્ષોને કાપવાની શરૂઆત કરી દીધી હતી. અમે જ્યારે પુછ્યું કે વૃક્ષો કેમ કાપો છો ? ત્યારે એમણે એક લેટર બતાવ્યો અને ક્હ્યું મે એ.એમ.સીના કોન્ટ્રાક્ટરો છીએ. 91 જેટલા વૃક્ષો કાપવાની મારી પાસે પરવાનગી છે. એ વખતે એ લોકોએ બે વૃક્ષો કાપી ચૂક્યા હતા. કાપેલા વૃક્ષો જોઈ બધાએ વિરોધ શરૂ કર્યો. એ દરમિયાન ઘણાં માળા ઝાડ પરથી નીચે પડેલા જોવા મળ્યા.

IIM વિસ્તારમાં 90 વૃક્ષો પર ચોકડી મારવામાં આવી
એક તરફ સરકાર દ્વારા વૃક્ષો વાવો અને ઑક્સિજન મેળવોનું સૂત્ર આપવામાં આવે છે ત્યારે બીજી તરફ માનવ વસ્તી વધી રહી છે અને વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. ખાસ અમદાવાદના IIM વિસ્તારમાં આવેલ 90 જેટલા વૃક્ષો પર ચોકડી મારવામાં આવી છે અને આ ચોકડી જ્યાં મારી છે એ તમામ ઝાડ કાપી નાખવામાં આવશે અને તેની શરૂઆત પણ થઈ ગઈ છે.
સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓનો વિરોધ
રાત્રિ દરમિયાન IIM ખાતે વૃક્ષો કાપવાનો સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓએ વિરોધ કરતા આખરે AMC તંત્રે ઝાડ કાપવાની કામગીરી અટકાવી હતી. પરંતુ, એ વાત ચોક્કસ છે કે આ જ વિસ્તારમાં AMC એ બોર્ડ લગાવાયા હતા કે લાખો વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરીએ અને ઑક્સિજન મેળવવીએ પરંતુ IIM વિસ્તારમાં આવેલા ઘટાદાર વૃક્ષોને કાપવા માટે થડ પર તંત્ર દ્વારા ચોકડીનું નિશાન કરવામાં આવ્યું છે.









