- 18 ઓગસ્ટે AMCનાં કાર્યક્રમમાં આપશે હાજરી
- મકરબામાં નવનિર્મિત સ્વિમિંગ પુલની મુલાકાત લેશે
- વેજલપુર વિધાનસભામાં જાહેરસભા સંબોધશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. 18 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં આવશે. જેમાં તેઓ AMCનાં કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે જ વેજલપુર વિધાનસભામાં જાહેર સભામાં સંબોધન પણ કરશે.
1003 કરોડના કામના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના મકરબામાં નવનિર્મિત સ્વિમિંગ પુલની મુલાકાત લેશે. સાથે જ AMC હસ્તકના 1003 કરોડના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં અમિત શાહના હસ્તે 39 લોકાર્પણ અને 6 ખાતમુહૂર્ત કામ કરવામાં આવશે.
અમિત શાહ અમદાવાદની મુલાકાતે
18 ઓગસ્ટના રોજ અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવવાના છે. જેમાં તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામ કરશે. સાથે જ વેજલપુરમાં જાહેર સભા પણ યોજવાની છે. જેમાં અમિત શાહના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવશે.
19 તારીખે પરિવાર સાથે ઉજવશે રક્ષાબંધન
ઉલ્લેખનીય છે કે, 18 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં લોકાર્પણ, ખાતમુહૂર્ત અને જાહેર સભાને સંબોધન કર્યા બાદ 19 ઓગસ્ટના રોજ તેઓ પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવશે.