કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણાના વિજાપુર તાલુકાના પિલવાઈ ખાતે ગોવર્ધન નાથજી મંદિરમાં મૂર્તિ સ્થાપન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા,અમિત શાહે પરિવાર સાથે દર્શન પણ કર્યા હતા,તો અમિત શાહ ગામમાં હાજર રહેવાથી ખુશીનો માહોલ છવાયો હતો.ત્યારે આસપાસના ગામમાંથી પણ લોકો મૂર્તિ સ્થાપનમાં હાજર રહ્યાં હતા.
ગામમાં ભકિતનો માહોલ છવાયો
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણાના વિજાપુર તાલુકાના પિલવાઈ ખાતે ગોવર્ધન નાથજી મંદિરમાં મૂર્તિ સ્થાપન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા,સમગ્ર ગામમાં ગોવર્ધન નાથજી ભગવાનની મૂર્તિની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વૈષ્ણવ પરિવાર ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા સમગ્ર ગામમાં જય કનૈયાલાલ કી હાથીઘોડા પાલકી, જય શ્રી રામના નારા લાગ્યા હતા,સમગ્ર ગામની શેરીઓ અને રસ્તા ભક્તિમય બન્યા હતા સમગ્ર ગામ ભક્તિના રંગે રંગાયું હતું.તેમજ શેઠ.જી.સી.હાઇસ્કુલમાં વિદ્યા ભવન અને સાંસ્કૃતિક ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અમિત શાહ હાજર રહ્યા હતા.









