• પર્યાવરણ, પાણી પુરવઠા સહિતના મુદ્દે ચર્ચા થશે

  • રાજ્યોને સશક્ત કરવા સહકારી સંઘવાદના અભિગમ પર ભાર
  • ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શાખાઓની સુવિધાઓ વગેરે બાબતનો પણ સમાવેશ થાય

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 28મી ઓગસ્ટના સોમવારે ગાંધીનગર ખાતે પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકની અધ્યક્ષતા કરશે. પશ્ચિમ ઝોનલ કાઉન્સિલમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવનો સમાવેશ થાય છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયના આંતર રાજ્ય પરિષદ સચિવાલય દ્વારા ગુજરાત સરકારના સહયોગથી બેઠકનું આયોજન થઈ રહ્યું છે. બેઠકમાં દરેક રાજ્યના બે વરિષ્ઠ મંત્રી સહિત સભ્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજ્યોને સશક્ત કરવા અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નીતિ માળખાને પ્રોત્સાહન આપવા સહકારી સંઘવાદના અભિગમ પર ભાર મૂક્યો છે. વિભાગોને ઉકેલવા અને સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવા ઝોનલ કાઉન્સિલનો ઉપયોગ કરવાની હિમાયત કરી છે. ઝોનલ કાઉન્સિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાણકામ, પાણી પુરવઠો, પર્યાવરણ અને જંગલો અને રાજ્ય પુનઃરચના તેમજ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ટેલિકોમ્યુનિકેશન, ઈન્ટરનેટનું વ્યાપક વિસ્તરણ અને સામાન્ય પ્રાદેશિક હિતોના મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દે ચર્ચા કરે છે. મહિલાઓ અને બાળકો સામે જાતીય અપરાધ, બળાત્કારના કેસોની ઝડપી તપાસ, બળાત્કાર અને પોક્સો એક્ટના કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક સ્પે. કોર્ટની યોજનાનો અમલ, પાંચ કિલો મીટરની અંદર બેંકો, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શાખાઓની સુવિધાઓ વગેરે બાબતનો પણ સમાવેશ થાય છે.


  • Follow us on: