- સરખેજમાં ઓકાફ તળાવના નવીનીકરણ શિલાન્યાસમાં રહેશે હાજર
- થલતેજ, ગોતા, ચાંદલોડિયામાં તળાવના શિલાન્યાસ
- ત્રાગડમાં AMC અને AUDA ના વિવિધ કાર્યોનું લોકાર્પણ કરશે
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદ-ગાંધીનગરમાં કુલ રૂ. 1650 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. જેમાં 120 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા કોતરપુર વોટર વર્ક્સથી સાબરમતી પર બ્રિજ બનાવી મોટેરા સુધી પાઇપ લાઇનના કાર્યનું શનિવારે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે બોડકદેવ, ઘાટલોડિયા, થલતેજ અને ગોતામાં વોટર સ્ટેશનના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ત્રાગડ ખાતે આવેલા તળાવનું લોકાર્પણ કર્યું છે. જેમાં લગભગ 6 કરોડના ખર્ચે આ તળાવ બનાવવામાં આવ્યું છે. પીપીપી મોડેલને આધારે બનાવાયેલું આ તળાવ 35 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું છે. અમિત શાહ આ ઉપરાંત સરખેજ, ભાડજ, ઓગણજ, જગતપુર ખાતે અન્ય 4 તળાવનું ખાતમુહૂર્ત કર્યા છે. ત્રાગડ ખાતેના તળાવ ફરતે પાર્ક પણ તૈયાર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત અમદાવાદના આ કાર્યક્રમો બાદ ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના પાલજ એરપોર્સ સ્ટેશન સામે આવેલા રાષ્ટ્રીય ફાર્માસ્યૂટિ કલ શિક્ષણ અને સંશોધન સંસ્થા- નાઈપરના નવા ભવનનું લોકાપર્ણ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
અમિત શાહ અમદાવાદ આવેલા RSS ચીફ ભાગવત સાથે મુલાકાતની પણ શક્યતા રહેલી છે. તેમજ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. ભારતના ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ અમદાવાદમાં સાત જેટલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ- RSS ચીફ મોહન ભાગવત પણ હાલમાં અમદાવાદમાં છે આથી, આ બંને વચ્ચેની મુલાકાતની શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.









