અમરેલી રેલ્વે સ્ટેશનમાં ચાલી રહેલી બ્રોડગેજ લાઈનની કામગીરીના કારણે શનિવારથી છ મહિના માટે મીટર ગજ સેવા બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે અમરેલીથી એ પણ ટ્રેન ઉપડી ન હતી. આથી અમરેલી, અમરેલી પરા, ધારી અને ચલાલા રેલ્વે સ્ટેશન સૂમસામ બની ગયા છે. બ્રોડગેજની કામગીરી પૂરી થયા બાદ ફ્રીથી મીટર ગેજ સેવા પણ ચાલુ કરવામાં આવશે.
અમરેલી શહેરને બ્રોડગેજ મળે તે માટે છેલ્લા 30 વર્ષથી સતત લડત ચલાવવામાં આવતી હતી. અંતે અમરેલીમાં બ્રોડગેજની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમરેલી રેલ્વે સ્ટેશનમાં હાલમાં જે મીટરગેજ લાઈન છે તેને પ્લેટફેર્મ નંબર ત્રણ ઉપર લઈ જવામાં આવનાર છે લેપટોપ નંબર એક તથા બે બ્રોડગેજ માટે કાર્ય કરાશે. આથી અમરેલીથી ધારી સુધી મીટર ગેજની લાઇન પણ બદલવાની છે. આ ઉપરાંત અમરેલીને બાદ કરતા અમરેલી પરા, તારી કે ચલાલા રેલવે સ્ટેશનમાં એન્જિન વાળી શકાય તે પ્રકારની સુવિધા નથી. આથી ટેકનિકલ રીતે ત્યાંથી મીટરગેજ લાઈન ચાલુ રાખવાની શક્ય નથી. આ ઉપરાંત મીટરગેજ બંધ કર્યા વગર અમરેલીમાં બ્રોડગેજની કામગીરી આગળ વધી શકે તેમ જ ન હોવાથી અંતે અમરેલીની મીટરગેજ સેવા 6 માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે સેવા શનિવારથી વિધિવત રીતે હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. આ કારણે અમરેલી, અમરેલી પરા, ધારી અને ચલાલા રેલ્વે સ્ટેશન સમસાન બની ગયા છે. આગામી છ મહિના સુધી આ તમામ રેલવે સ્ટેશન ઉપર કોઈપણ પ્રકારનો રેલવેના વ્યવહાર ચાલશે નહીં કે એક પણ ટ્રેન આવશે નહીં.










