ગુજરાતના વિવિધ શહેરોમાં વરસાદ આવશે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમરેલી-સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ભારે વરસાદની શક્યતા છે. તેના પગલે જાફરાબાદ બંદર પાસે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો તેથી હાઈટાઈડની શક્યતાને લઇ 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. આંધી સાથે વરસાદ પડવાની શક્યતા વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.


[[$googlead]]

હાઈટાઈડની શક્યતાને લઇ 1 નંબરનું સિગ્નલ લગાવ્યું

અમરેલી- સૌરાષ્ટ્રના દરિયા કાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ કરાયા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે જાફરાબાદ બંદર પર દરિયામા આજથી કરંટ શરૂ થયો હતો. સાથે જ દરિયામાં હાઈટાઈડની સ્થિતિ વચ્ચે 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના મળી છે તો બીજી તરફ ફિશ બોટને દરિયાકાંઠાના વિસ્તારોમાં પરત બોલાવવામાં આવી છે.

[[$alsoread]]

તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવી લોકોને સાવચેત કર્યા

જાફરાબાદ, શિયાળબેટ પીપાવાવ પોર્ટ ધારાબંદર દરિયામાં હાઈટાઈડ છે તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવી લોકોને સાવચેત કર્યા છે. આગામી કલાકો બાદ દરિયો વધુ ગાંડોતુર બની શકે છે.

વેરાવળમાં દરિયામાં ભારે કંરટ

ગીર સોમનાથ વેરાવળમાં દરિયામાં ભારે કંરટ જોવા મળ્યો હતો અને વાવાઝોડોની અસર દેખાવાની શરૂઆત થઈ છે. ગીર સોમનાથમાં ગઈકાલ રાતથી વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો હતો સાથે સાથે તંત્રએ માછીમારોને સૂચના આપી છે કે દરિયો ના ખેડવો, તો સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે હજી પણ 100 જેટલી બોટ દરિયામાં છે અને તમામ બોટને સુરક્ષિત કાંઠે લાવવા તંત્રની કવાયત છે.

સુરતમાં પણ વાવાઝોડાની અસર દેખાઈ

વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલા સુરતના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. સુરતના દરિયામાં હાલ ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જેના કારણે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.


  • Follow us on: