અમરેલી જિલ્લામાં મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ છે, અહીં છેલ્લા બે દિવસથી લાલ મરચાની મબલખ આવક થઈ રહી છે. દરરોજ 1000થી 1500 લાલ મરચાની બોરીઓ અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહી છે. લાલ મરચા વિવિધ પ્રકારના હોય છે અને તેના ઉપયોગ પણ વિવિધ ઉદ્યોગો અને રસોઈમાં થાય છે. સૌરાષ્ટ્રમાં મરચાની ખેતી સામાન્ય રીતે 6થી 7 મહિના ચાલે છે.


[[$googlead]]

ખેડૂતોમાં ફરી એક વખત નારાજગી

ત્યારે ખેડૂતોએ કરેલા વાવેતરનો પોષણક્ષમ ભાવ મળી રહે તે રીતે માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજી માટે ખેડૂતો આવતા હોય છે, ખેડૂતોમાં આ વખતે નારાજગી જોવા મળી છે, બરવાળા બાવીશી ગામના એક ખેડૂતે જણાવ્યું હતું કે યાર્ડમાં બજાર આ વખતે સારી છે નહી, 2140ની બજાર થઈ છે. મરચા ખુબ જ સારા છે, ખેતી સારી પણ મરચાનું માર્કેટ નીચું છે એટલે ખેડૂતને આમાં નુકસાની જાય તેવું છે. ખેડૂતને આમાં કઈ મળે તેમ નથી, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ છે, ત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ભાવ મળી રહે છે, ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે ભાવ ખુબ જ નીચા છે, મરચાના ભાવ અંદાજે 2500થી 3000 મરચના ભાવ મળી રહે તો ખેડૂતો માટે સારું છે. ત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આવેલા ખેડૂતોને મરચના પોષણક્ષમ ભાવ ન મળતા નારાજ હોય તેવું લાગી રહ્યું છે.

[[$alsoread]]

રાજસ્થાન અને MPથી વેપારીઓ ખરીદી કરવા આવ્યા

ખેડૂતોને મરચાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે, ત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડ સેક્રેટરીએ જણાવ્યું હતું કે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મરચાના સારા એવા ભાવ મળે છે, જેનાથી આપણા અમરેલી વિસ્તારના તો ખરા જ સાથો સાથ ગોંડલ પંથક, રાજકોટ પંથકથી ખેડૂતો મરચા લઈને આવે છે અને મરચા માટેની અહીં વ્યવસ્થા સારી એવી છે. સારા ભાવ હોવાથી ખેડૂતો રાજી થાય છે, ત્યારે આ વખતે ભાવ 2200થી લઈ 2800, 3000 સુધીના ખેડૂતોને ભાવ મળી રહે છે અને દરરોજ 1000થી 1500ની ભારે આવક થતી હોય અને બહારથી વેપારીઓ પણ ખરીદી કરવા આવતા હોય છે, રાજસ્થાન અને એમ.પી બાજુથી પણ વેપારીઓ ખરીદી કરવા આવે છે.

દરરોજ 1000થી 1500 બોરી લાલ મરચાની આવક થઈ

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે દિવસથી દરરોજ 1000થી 1500 બોરી લાલ મરચાની આવક થઈ રહી છે. લાલ મરચાના ભાવ 2140 સુધી જ પહોંચતા ખેડૂતોમાં નિરાશા છે. બરવાળા અને બાવીશી ગામના ખેડૂતોના મતે ગોંડલ યાર્ડમાં વધુ સારા ભાવ છે, અમરેલી યાર્ડમાં ઓછા ભાવથી નુકસાન થાય તેવું લાગી રહ્યું છે. યાર્ડ સેક્રેટરી મુજબ 2200થી 3000 સુધીના ભાવ મળી રહ્યા છે અને રાજસ્થાન-મધ્યપ્રદેશના વેપારીઓ પણ ખરીદી કરવા આવે છે. તેમ છતાં ખેડૂતો પોષણસમ ભાવની માગ કરી રહ્યા છે અને માર્કેટિંગ યાર્ડ દ્વારા કોઈ પગલાં લેવાશે કે નહીં? તે જોવાનું રહેશે.

  • Follow us on: