અમરેલી જિલ્લામાં બાઇક ચોરી કરતી બે ગેંગના સભ્યોને ચોરીના કુલ ૨૪ બાઇક મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા છે, વાહન ચોરીના કુલ - 25 અનડીટેકટ ગુનાઓને ડીટેકટ કરતી અમરેલી એલસીબી પોલીસ.પોલીસે બાતમીના આધારે તમામ લોકોને ઝડપ્યા છે.
અમરેલીમાં કરતા હતા બાઈકની ચોરી
આ એલસીબી ટીમ સાથે ઉભેલા પાંચ ઈસમો છે તે બાઇક ચોરી કરનાર ગેંગના ઈસમો છે જે બે ગેંગના સભ્યો છે જે એલ.સી.બી. ટીમ દામનગર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી હકિકત આધારે બે ઇસમોને શંકાસ્પદ બાઇક સાથે પકડી પાડી સઘન પુછ પરછ કરતા દામનગર, ગારીયાધાર, સુરત, પાલીતાણા વિસ્તારમાંથી મોટર સાયકલોની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી અને બન્ને ઇસમો પાસેથી ચોરીના બાઇક કબ્જે કરવામાં આવેલ આવ્યા તેમજ સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ત્રણ ઇસમો ચોરીના બાઇક સંતાડીને રાખેલ જે અંગે રેઇડ દરમિયાન ત્રણ ઇસમોને કુલ - ૨૦ ચોરીના બાઇક સાથે પકડી પાડયા છે.
સાવરકુંડલામાં વધારે બાઈકની ચોરી કરી
ઇસમોની સઘન પુછ પરછ કરતા સાવરકુંડલા, મહુવા, તળાજા, અલંગ, બગદાણા વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી ત્રણેય ઇસમો પાસેથી ચોરીના બાઇકો કબ્જે કરી, દામનગર તથા સાવરકુંડલા વિસ્તારમાંથી ચોરીના બાઇક સાથે પકડાયેલ ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ચોરીના મોટર સાયકલ અંગે દામનગર-૧, ગારીયાધાર-૧, ઉત્રાણ(સુરત)-૧, પાલીતાણા-૧, સાવરકુંડલા ટાઉન-૫, સાવરકુંડલા રૂરલ-૧, મહુવા ટાઉન-૭, મહુવા રૂરલ-૪, તળાજા-૧, અલંગ-૧, બગદાણા-૨ પોલીસ સ્ટેશનમાં રજી. થયેલ કુલ - ૨૫ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
અમુક આરોપીઓ અગાઉ પણ બાઈકચોરીમાં ઝડપાયા હતા
પકડાયેલ ઇસમો પૈકી આરોપી ભાવેશ ઉર્ફે જોખમ ભરતભાઈ ચુડાસમા તથા જગદીશ ઉર્ફે બજેડી પ્રવિણભાઇ વાઘેલા રહે.બન્ને જેસર વાળાઓ અગાઉ પણ મોટર સાયકલ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ હોય, આ આરોપીઓઓ જાહેર જગ્યા, મોટર સાયકલ પાર્કિંગ થયેલ હોય તેવી જગ્યા અથવા કોઈ પણ રોડ/રસ્તા ઉપર પાર્કિંગ કરેલ હોય, તેવી મોટર સાયકલોને નિશાન બનાવી, જે મોટર સાયકલમાં હેન્ડલ લોક મારેલ ન હોય, તેવા મોટર સાયકલોને પોતાની પાસે રહેલ ડુબલીકેટ ચાવીઓ વડે શરૂ કરી ચોરી કરતા અને બાદમાં આ મોટર સાયકલની નંબર પ્લેટ કાઢી નાખી, વેચાણ કરવા સારૂ ભેગી કરતા હતા.










