અમરેલીના સાવરકુંડલામાં તીક્ષ્ણ હથિયાર વડે 4 સંતાનની માતાની હત્યાની ઘટના સામે આવી છે. મૃતકનો પતિ પરેશ નિમાવત બાળકોને લઇ ફરાર થઇ ગયો છે. પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, અમરેલીમાં સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામે 32 વર્ષીય પરણીતાની હત્યાની ઘટના સામે આવી છે. વહેલી સવારે કે મધરાતે પત્નીની તિક્ષણ હથિયાર વડે હત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. ત્રણ દીકરીઓ અને એક દીકરાની માતાની હત્યાની ઘટનાને પગલે નાનકડા ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બાળકોને લઈને પરણીતાનો પતિ ફરાર થઈ જતા શંકાની સોય પતિએ હત્યા કરી હોવાનું અનુમાન છે.
