કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે ડુંગળીના પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને ભાવ પણ ગગડી ગયા છે. ગત વર્ષે ડુંગળીના ભાવો સારા હતા અને આ વર્ષે પણ ડુંગળીમાં સારું વળતર મળે તેવી અપેક્ષાએ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર વધારે પ્રમાણમાં કરેલું છે. પરંતુ કમ નસીબે કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી અને સારો પાક અને સારા ભાવ મળશે તેવી ખેડૂતોને આશા હતી. ડુંગળીના ઢગલા ખેતરમાં તૈયાર કરી રાખ્યા અને મોમાં આવેલો કોળિયો છીનવાયો તેમ કહીએ તો પણ ખોટું નહીં.


[[$googlead]]


ડુંગળીના પાકનો ભાવ ન મળ્યો

[[$alsoread]]

આ ડુંગળીના ઢગલા ઉપર ત્રણેક વખત કમોસમી વરસાદ પડતા ડુંગળી સડી ગઈ અને ભાવ પણ ગગડી છે. હાલમાં 80થી 90 રૂપિયા જેવો ભાવ ખેડૂતોને આ ડુંગળીનો મળે છે પરંતુ ખર્ચને રીતે વાત કરીએ તો 30 રૂપિયા ડુંગળીનું ભાડું 32 રૂપિયા બારદાનની કિંમત અને મજૂરી આ બધું જ જોતા ડુંગળીનો જે ભાવ મળવાનો છે તે પણ ન મળે અને ખોટ જાય તેવી હાલતમાં ખેડૂતો મુકાયા છે. આથી કંટાળીને ખેડૂતોએ પોતાના ખેતરમાં ડુંગળીના ઢગલાને પાથરી નાખ્યા છે અને આખા જ ખેતરમાં ડુંગળી દેખાય છે.


ખેડૂતોએ સરકાર પાસે વળતરની અપેક્ષાઓ રાખી

ખેડૂતો પોતાના હૃદય ઉપર પથ્થર રાખીને તૈયાર પાકને ખેતરમાં મફતના ભાવે પાથરી રહ્યા છે. હવે તેનું ખાતર થઈ જશે હાલ તો ખેડૂતોને રાત્તે પાણીએ રોવાનું વારો આવ્યો છે લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે અને હવે વધુ ખર્ચ ખેડૂતોને પોસાય તેમ નથી વળતરની સંપૂર્ણપણે સરકાર પાસે અપેક્ષાઓ રાખી રહ્યા છે ત્યારે સંદેશ ન્યુઝની ટીમે ખેડૂતોના ખેતરમાં જઈ અને રિયાલિટી ચેક કર્યું અને ખેડૂતોની વેદનાઓ સાંભળી શું કહી રહ્યા છે...

કમોસમી વરસાદથી ખેડૂતોની કમર ભાંગી ગઈ છે સર્વેની માંગણી અને વળતરની માંગણી કરી રહેલા ખેડૂતની વેદનાને આધારે સરકારે સર્વે શરૂ કરી દીધો છે પરંતુ જોવાનું એ રહે છે કે ખેડૂતોને કેટલું વળતર મળશે અને ક્યારે મળશે


  • Follow us on: