અમરેલી જિલ્લાના ગીરકાંઠાના ગીદરડી ગામમાં ઉનાળો આવતા પાણીનો પોકાર ઉઠ્યો છે મહિલાઓને પાણી માટે ભટકવું પડે છે ત્યારે ગામની વાડીથી ખેતરમાં પાણી માટે લોકોને ભટકવું પડે છે ત્યારે નર્મદાની પાણીની લાઇન હોવા છતાં પાણી નથી આવતું ને એકમાત્ર બોર આધારિત પીવાના પાણીની વ્યવસ્થા સામે સ્થાનિકો બેડાઓ લઈને પાણી માટે ભટકી રહી છે
નર્મદાની લાઈન આવી પણ પાણી ના આવ્યું
આ છે અમરેલી જિલ્લાનું ખાંભા ગીર પંથકનું ગીદરડી ગામ કે જયાં નર્મદાની લાઇન આવી ગઈ છતાં આ ગામમાં નર્મદાનું પાણી પહોંચ્યું નથી તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું અને એકમાત્ર પાણીની ડંકી પર આખું ગામ પાણી ભરવા લાઈનો લગાવે છે પાણી માટે ગીદરડી વાસીઓ તરસી રહ્યા છે ત્યારે પાણી માટે ભટકતી મહિલાઓ પણ સરકાર સામે રોષિત છે.
અધિકારીને પાણીને લઈ રજૂઆત કરી
ગીદરડી ગામમાં દર વર્ષ ઉનાળો આવે અને પાણીની સમસ્યા ઉભી થાય છે અને ગામની મહિલાઓને પાણી માટે ભટકવું પડે છે અને તેમ છતાં પાણી મળતું નથી અને ગામ ની એક માત્ર ડંકી પર પાણી માટે કતારો લાગે છે ત્યારે નર્મદાની પાઇપ લાઈન નીકળે છે પાણી આવતું નથી અને અવેડામાં પણ પાણી આવતું નથી ત્યારે સ્થાનિકો સાથે માલધારીઓ પણ પાણી માટે આવતા પશુઓ પાણી માટે નિશાશા નાખતા જોવા મળ્યા હતા.પશુઓ પણ પાણી પી શકે એટલું પાણી પણ અવેડામાં નથી આવતું ત્યારે ગીદરડીના સરપંચે અનેક ખાંભા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યા હલ થતી નથી અને સરકાર સામે આક્રોશભેર સરકાર સામે નિશાન તાકયું હતું.









