સૌરાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીએ અમરેલીના જિલ્લા પોલીસ વડા સંજય ખરાત પર ગંભીર આક્ષેપ કર્યા છે. દીલિપ સાંઘાણીએ એસપી સંજય ખરાત પર બુટલેગરો પાસેથી મલાઈ ખાવાનો આક્ષેપ કર્યો છે. દારૂબંધી અંગે એસપીએ બેજવાબદારી ભર્યું નિવેદન આપ્યું હતું. એસપી સંજય ખરાતે કહ્યું દારુ બંધી કરવાને બદલે દારુ પીવા વાળાને બંધ કરવાનું નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત એસપીએ ભાજપ કાર્યાલય કેમ ચાલે છે તેની તપાસની પણ ધમકી આપી હોવાનો સાંઘાણીએ આક્ષેપ કર્યો હતો.


[[$googlead]]

ભાજપ કાર્યાલય કેમ ચાલે છે તેની તપાસની ધમકી આપી

દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, વિપુલ દૂધાતે રેતી ખનન અટકાવવા અંગે પ્રેસ કરી હતી. કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના આશિર્વાદને કારણે ખનન પ્રવૃત્તિ ચાલે છે. જેની શંકા પણ વ્યક્ત કરાઈ હતી. વિપુલ દૂધાતની આ પ્રેસ બાદ અમરેલીના એસપીને ખોટુ લાગ્યું હતું. એસપી સંજય ખરાતને લીલીયા જઈને ભાજપના કાર્યકર્તાઓએ રજૂઆત કરી હતી. એસપીએ આ સમયે બેજવાબદારી ભર્યું નિવેદન આપતા કહ્યું હતું કે, દારુ વેચવા વાળા કરતાં પીવા વાળાએ બંધ કરવો જોઈએ. કાયદાનો રક્ષક જ કાયદાનું ભક્ષણ થાય તેવી વાતો કરે છે. દારૂના ધંધા બીજા કરે અને મલાઈ એસપી ખાઈ રહ્યાં છે. રેતી ખનન અંગેની રજૂઆત દરમિયાન એસપીએ ભાજપ કાર્યાલય કેમ ચાલે છે તેની તપાસની ધમકી આપી હતી.

[[$alsoread]]

અમારો દરેક કાર્યકર્તા સરકારમાં રજૂઆત કરશે

દિલિપ સંઘાણીએ વધુમાં કહ્યું હતું કે,અમે એમરેલીમાં એસપીની મનમાની નહીં ચાલવા દઈએ. અમે કોઈ પણ દોષિતને છાવરતા નથી. મેં અગાઉ રેતી ખનન અંગે રજૂઆત કરી હતી અને ત્યારબાદ બીજા જ દિવસે 40 લોકોને પકડવામાં આવ્યા હતાં. મેં રજૂઆત કરી ત્યારે ખનન જેવું કશું ચાલતુ જ નથી તેવું પોલીસે જણાવ્યું હતું. એવી જ રીતે મેં કલેક્ટરને પણ ધ્યાન દોરીને ત્રણ જગ્યાએ રેડ કરવા કહ્યું હતું. એ રાત્રે રેતી ખનન કરતા ચોરો પકડાયા હતાં. પરંતુ આ થોડા દિવસ બાદ ફરીવાર શરૂ થયું છે. વિપુલ દૂધાતે આ અંગે ફરીવાર પોલીસને રજૂઆત કરી છે. પોલીસે હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરી. કોના પીઠ બળથી આ પ્રવૃત્તિ ચાલે છે તેની તપાસ થવી જોઈએ. એસ પી સંજય ખરાતે કમલમ કાર્યાલય બંધ કરવા કહ્યું છે. અમે મુંગા નહીં બેસીએ. અમારો દરેક કાર્યકર્તા સરકારમાં રજૂઆત કરશે.


  • Follow us on: