રાજ્યમાં ભરઉનાળે થયેલા વરસાદથી ખેડૂતોના પાકને મોટી અસર જોવા મળી હતી. માવઠાના કારણે ખેડૂતોએ સરકાર પાસે વળતરની અપેક્ષાઓ રાખી હતી. આ દરમિયાન હવે અમરેલી જિલ્લામાં પડી ગયેલા કમોસમી વરસાદથી ખેતી પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાનીનું સર્વે શરૂ કરવામાં આવ્યું છે કે આ પાકનું વધુ વાવેતર છે કયા પાકને વધું નુકસાન થયું છે.


પાકના નુકસાનીનું સર્વે શરૂ

અમરેલી જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદથી ખેતી પાકમાં ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું છે. 11000 હેક્ટરમાં કુલ વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ડુંગળી, તલ, બાજરી, મગ, કેળ જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે સૌથી વધુ નુકસાન ડુંગળીના પાકને થયું છે સૌપ્રથમ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં છેલ્લા બે દિવસથી સર્વે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તાલુકાના 61 ગામોમાં 32 જેટલી ટીમો ગામડે ગામડે અને ખેતરે ખેતરે જઈ પાક નુકસાનીનું સર્વે કરી રહી છે સૌથી વધારે નુકસાન ડુંગળીના પાકને થયું હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે ખેતીવાડી અધિકારી સાવરકુંડલા વિગત આપી છે

સાવરકુંડલા તાલુકામાં વ્યાપક પ્રમાણમાં ડુંગળીનું વાવેતર અને નુકસાન થયું છે ત્યારે સર્વે બાદ ખેડૂતો વધુમાં વધુ નુકસાનીનુ વળતર મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં કેટલું વળતર મળશે.


  • Follow us on: