- પ્રકૃતિ સંવર્ધન, પાણી સંગ્રહ અને પાણીના સ્ત્રોત તરીકે ઉપયોગી
- પીએમ મોદી દ્વારા 75 અમૃત સરોવરનાં નવનિર્માણનુ આહ્વાન
- અમૃત સરોવર વિસ્તારમાં અસંખ્ય વૃક્ષો પણ ઉછેરવામાં આવ્યા
સમગ્ર વિશ્વમાં 22 માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાશ્રી બચાવવા પ્રેરણા આપવાનો, પાણીનું મહત્વ સમજવાનો છે. ગઢડા તાલુકાના ઉગામેડી ગામ ખાતે અમૃત સરોવરનું નિર્માણ કરાયુ છે.
પાણીની સ્થિતિ સુધારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75 અમૃત સરોવરનાં નવનિર્માણ અને નવિનીકરણનું આહ્વાન કર્યું હતું. જે અંતર્ગત ગુજરાતમાંથી ઉગામેડી ખાતે લોકભાગીદારીથી નિર્માણ કરાયેલા તળાવની સમગ્ર દેશમાંથી અમૃત સરોવર તરીકે પસંદગી કરીને ઉગામેડી ગામમાં નમુનારૂપ અદભુત અમૃત સરોવર નિર્માણ પામ્યું છે. પ્રકૃતિ સંવર્ધન અને પાણીના સ્ત્રોત તરીકે સિંહફળો આપી શકે તેવા વિરાટ પાણી સંગ્રહ ઉપરાંત પ્રાકૃતિક વાતાવરણમાં બોટીંગની પણ લોકો મજા માણી શકે તેવી વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. આ તળાવ વિસ્તારમાં અસંખ્ય વૃક્ષો પણ ઉછેરવામાં આવતા પ્રાકૃતિક વાતાવરણ સાથે રમણીય તળાવની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
