- ટાયર ફાટતા કાર ડિવાઈડર પર ચડી પલટી મારી જતા રોડ સાઈડના ખાડામાં ખાબકી
- ઈજાગ્રસ્તોને 108 દ્વારા લખતરના સરકારી દવાખાને લઈ જવાયા
- કાર પલટી મારી જતા નવદંપતી સહીત 3ને ઈજા
મુળ લખતરના અને હાલ અમદાવાદ રહેતા મીસ્ત્રી પરિવારમાં 3 દિવસ પહેલા દિકરાના લગ્ન હતા. ત્યારે લગ્ન બાદ નવયુગલની છેડાછેડી છોડવા પરિવાર મંગળવારે લખતર આવતો હતો. ત્યારે કડુ-ઓળક વચ્ચે ટાયર ફાટતા કાર ડીવાઈડર પર ચડીને પલટી મારી જતા નવદંપતી સહીત 3ને ઈજા પહોંચી છે.
મુળ લખતરના બીપીનભાઈ પંચાલનો પરીવાર હાલ અમદાવાદના શાહપુરમાં રહે છે. ત્રણ દિવસ પહેલા તેમના દિકરા ધનજીભાઈના લગ્ન હતા. લગ્ન પુરા થયા બાદ છેડાછેડીની વીધી કરવા લખતર તેમના માતાજી હોઈ પરિવાર મંગળવારે સાંજે લખતર આવતો હતો. ત્યારે કડુ અને ઓળક વચ્ચે કારનું અચાનક ટાયર ફાટયુ હતુ અને કાર ચાલક બીપીનભાઈ પંચાલે કાબુ ગુમાવતા કાર ડીવાઈડર પર ચડી પલટી મારી ગઈ હતી. જેમાં પુત્ર 27 વર્ષીય ધનજીભાઈ બીપીનભાઈ પંચાલ, પુત્રવધુ 2પ વર્ષીય કરીશ્માબેન ધનજીભાઈ પંચાલ અને પુત્રી 25 વર્ષીય દૃષ્ટીબેન બીપીનભાઈ પંચાલને ઈજા થઈ હતી. આથી તેઓને 108ના ઈએમટી ઈન્દ્રજીતભાઈ પુરબીયા, પાયલોટ રાજદીપસીંહ ઝાલા દ્વારા ઈજાગ્રસ્તોને લખતર દવાખાને લઈ જવાયા હતા. બનાવની જાણ થતા લખતરના ભરતભાઈ, બીપીનભાઈ, મનીશભાઈ સહિતનાઓ દવાખાને દોડી ગયા હતા.










