કચ્છના તાલુકાઓના વિવિધ ગામોમાં સોમવારની મધ્યરાત્રિના સમયે અચાનક પ્રકાશ દેખાવાને કારણે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. જોકે, જ્યારે પણ ઉલ્કાપાતની ઘટના સર્જાય છે, ત્યારે આકાશમાં તેજ લિસોટાનો નજારો જોવા મળે છે. જોકે, અમુક ઉલ્કા સાઈઝમાં મોટી હોય તો તે છેક ધરતી સુધી પહોંચી જતી હોય છે અને જે વિસ્તારમાં જમીન સાથે ટકરાય છે, તે સમયે સમગ્ર આકાશ થોડી ક્ષણો માટે પણ તેજમય બની જતું હોય છે. જોકે, આવી ઘટના ભાગ્યે જ બનતી હોવાને કારણે લોકોમાં કુતૂહલ સર્જાય તે સ્વાભાવિક છે.


[[$googlead]]

તેજ પ્રકાશનો અદ્ભુત નજારો જોઈને લોકો પણ અચંબિત થઈ ઉઠયા

મળતી વધુ માહિતી મુજબ તાલુકામાં સોમવારની મધ્યરાત્રિના આકાશમાં દેખાયેલા પ્રકાશને કારણે ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓમાં ભારે કુતૂહલ સર્જાયુ છે. અચાનક આકાશમાંથી એક ઉલ્કા જમીન સુધી પહોંચી ગઈ હતી. જેને કારણે તાલુકાના અનેક ગામોમાં તેજ પ્રકાશ જોવા મળ્યો હતો. આકાશમાં તેજ પ્રકાશનો અદ્ભુત નજારો જોઈને લોકો પણ અચંબિત થઈ ઉઠયા હતા. આ સમગ્ર ખગોળીય ઘટના તાલુકાના પૈયા વરનોરા ગામ નજીક એક સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગઈ હતી. અહીં રાત્રે આકાશમાં સર્જાયેલા અદ્ભુત દૃશ્યો જોઈને લોકો દંગ થઈ ગયા હતા. મધરાતે બનેલી આકાશમાં ફાયર બોલની ખગોળીય ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે.

[[$alsoread]]

આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દૃશ્યમાન થાય કે રાતના અંધકાર સમયે ઓચિંતો તેજમય ચમકારો થાય છે અને તેને નિહાળનારા સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. ફાયરબોલની સમગ્ર ખગોળીય ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોય, તેને જોતાં ભાગ્યે જ આકાશમાં આવી ફાયર બોલની ઘટના બનતી જોવા મળતી હોવાની પણ પ્રતીતિ થયા વિના રહેતી નથી.

કચ્છ, સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનમાં પણ ફાયર બોલ દેખાયો

સ્ટાર ગેઝિંગ ઈન્ડિયાના પ્રમુખ નરેન્દ્ર ગોરે જણાવ્યું હતું કે, આ ઘટના માત્ર ભુજ તાલુકા જ નહીં પરંતુ કચ્છ, સૌરાષ્ટ્ર અને પાકિસ્તાન સુધીના વિસ્તારોમાં જોવા મળી હતી. ભુજ ખાતે પણ ઘણા લોકોના સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ છે. સામાન્ય રીતે ઉલ્કાઓ ખરતી રહે છે અને તે સામાન્ય ઘટના છે, પરંતુ જ્યારે મોટા કદની ઉલ્કા ખરતી હોય ત્યારે આકાશથી લઈને પૃથ્વી સુધી તેજ પ્રકાશ જોવા મળે છે. જેને અંગ્રેજીમાં ફાયર બોલ અને ગુજરાતીમાં અગનગોળો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આવો જ પ્રકાશ વિસ્તારના રહેવાસીઓ વધુ પ્રમાણમાં જોયો હતો. આ ખગોળીય ઘટનાને પગલે લોકોમાં ભારે ઉત્સુક્તા પણ જોવા મળી હતી. રાત્રિના 3.10થી 3.15 કલાકની વચ્ચે બનેલી ફાયર બોલની ઘટનાએ લોકોને આશ્ચર્યમાં મુક્યા હોવાનું જણાવ્યું હતું.

  • Follow us on: