- કચ્છમાં ભૂકંપની ફોલ્ટ લાઈન સક્રિય હોતાં સમયાંતરે ભૂકંપના હળવા આંચકા આવી રહ્યા છે.
- કાળઝાળ ગરમીને લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે
- ગુરુવારની વહેલી પરોઢના દુધઈ નજીક 2.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
કાળઝાળ ગરમીને લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે, તેની વચ્ચે ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. ભૂકંપ ઝોન-પ માં આવતા કચ્છ જિલ્લામાં વાગડ, દુધઈ, ખાવડા, લખપત સહિતના વિસ્તારની ફોલ્ટ લાઈનનાં પેટાળમાં હલચલ જારી રહેવા પામી હોય તેમ ગુરુવારની રાત્રિના 3.25 મિનિટે દુધઈ નજીક 2.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર દ્વારા જાણવા મળ્યું હતું. જે આંચકાનું કેન્દ્રબિંદુ દુધઈથી 20 કિ.મી. દૂર નોંધાયું હતું. જોકે, આ આંચકાને લીધે કોઈ નુકસાની થવા પામી નથી અને લોકો પણ ઊંઘમાં હોવાથી તેની ખબર પડી ન હતી.










