- ફ્લાઇટોના સમયમાં 15 ટકા જેટલો ઘટાડો થશે
- અમદાવાદ એરપોર્ટ પરથી 250 ફ્લાઇટોની અવરજવર જોવા મળી રહી
- ફ્લાઇટોના લેન્ડિંગ અને ટેકઓફના સમયમાં અગાઉ કરતા 15 ટકાની બચત
અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી-વેનુ એક્સટેન્શન કરવામાં આવ્યું છે. 1,500 મીટરના ટેક્સી-વેમાં 395 મીટરનો વધારો કરાતાં ફ્લાઇટોના સમયમાં પણ બચાવ થશે. હાલ અમદાવાદ એરપોર્ટ પરથી 250 ફ્લાઇટોની અવરજવર જોવા મળી રહી છે. એરપોર્ટ તંત્ર દ્વારા ત્રણ મહિનામાં 395 મીટરનો વધારાનો ટેક્સી-વે તૈયાર કરાયો છે. જેને પગલે ફ્લાઇટોના લેન્ડિંગ અને ટેકઓફના સમયમાં અગાઉ કરતા 15 ટકાની બચત થશે.
અમદાવાદથી ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફલાઇટોમાં છેલ્લાં કેટલાક સમયથી વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે ટેક્સી-વેની માગમાં વધારો થવાથી 1,500 મીટરના ટેક્સી-વેમાં વધારો કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાથી તૈયાર કરવામાં આવેલો 395 મીટરનો વધારાનો વે ગુરુવારે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેને પગલે આવતી જતી ફ્લાઇટોના સમયમાં 15 ટકાની બચત થશે. જેને પગલે વધુ ફ્લાઇટોનું સંચાલન પણ આવનારા દિવસોમાં વધે તેવી પ્રબળ શક્યતાઓ પણ સેવાઈ રહી છે.










