- એરપોર્ટ સર્કલથી બ્રિજ સુધીનો હયાત પહોળો કરાશે
- ફૂડ કિઓસ્ક્, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, વેન્ડિંગ ઝોન, BRTની સુવિધા મળશે
- ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધી 2.4 મી.ની ફુટપાથ બનાવાશે
AMC દ્વારા અમદાવાદ એરપોર્ટથી ઈંદિરાબ્રિજ સર્કલ સુધીના VIP રોડને આઈકોનિકલ રોડ તરીકે ડેવલપર કરવામાં આવશે અને આ હેતુસર હયાત રોડને વધુ પહોળો કરીને 90 મીટર પહોળો બનાવાશે. આ રોડ પર ફુડ કિઓસ્ક્, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને વેન્ડિંગ ઝોન ઉભા કરાશે, BRTની સુવિધા તેમજ નાગરિકોને બેસવા માટે પબ્લિક સીટિંગ અને સ્ટ્રીટ ફર્નિચરની સુવિધા ઉભી કરાશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, લગભગ 3.25 કિ.મી. લંબાઈ ધરાવતા આ રોડની બંન્ને સાઈડ 30 મીટરની ફૂટપાથ બનાવાશે અને રોડની મેઈન કેરેજવે પહોળાઈ બંન્ને સાઈડ 9.9 મીટરની હશે. ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધી 2.4 મી.ની અને એરપોર્ટથી શાહીબાગ ડફનાળા સુધી 1.8 મી.ની ફુટપાથ બનાવાશે. આઈકોનિક રોડ પર થીમ આધારિત લેન્ડસ્કેપ અને બ્યૂટિફિકેશન અને પ્લાન્ટેશન કરાશે.










