• આધાર કાર્ડ દસ્તાવેજ નો ભાગ નહીં બની શકે
  • આધારકાર્ડના દુરુપયોગને અટકાવવા લેવાયો નિર્ણય
  • પુરાવા તરીકે આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા જ આપવાના રહેશે

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. જેમાં આધાર કાર્ડ દસ્તાવેજનો ભાગ બની શકે નહીં. તેમજ દસ્તાવેજ સાથે આધાર કાર્ડ જોડવાને કારણે આધારકાર્ડના દુરુપયોગને અટકાવવા નિર્ણય લેવાયો છે. તેમાં પુરાવા તરીકે આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા જ આપવાના રહેશે.

દસ્તાવેજ સમયે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે

[[$googlead]]

દસ્તાવેજ સમયે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે. જોકે દસ્તાવેજ સમયે કોઈપણ પક્ષકારે આધાર કાર્ડનો ઉલ્લેખ કરવાનો જરૂરી નથી. જો જરૂર પડે તો આધારકાર્ડના છેલ્લા ચાર ડિજિટ જ લખવાના રહેશે. આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમ-AEPSના દૂરઉપયોગથી જાહેર જનતાના નાણાના રક્ષણ હેતુથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતાં દસ્તાવેજમાં પક્ષકારોના (દસ્તાવેજ લખી આપનાર, લેનાર તથા ઓળખાણ આપનાર) આધાર નંબરનો ઉલ્લેખ ન કરવા જરૂરી સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે.

[[$alsoread]]

આધાર નંબરના માત્ર છેલ્લા 4 અંકનો જ ઉલ્લેખ કરવો

નોંધણી સર નિરીક્ષકે આ સંદર્ભે જાહેર જનતાને જણાવ્યું છે, કે દસ્તાવેજ નોંધણી વખતે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરવામાં આવે તે દસ્તાવેજમાં કોઈપણ પક્ષકારના આધાર નંબરનો ઉલ્લેખ કરવો નહીં અને જો ઉલ્લેખ કરવો જરૂરી જણાય તો આધાર નંબરના માત્ર છેલ્લા 4 અંકનો જ ઉલ્લેખ કરવો તથા પ્રથમ આઠ અંકોને બદલે ** ** ની નિશાની દર્શાવવાની રહેશે. દસ્તાવેજના પક્ષકારો દસ્તાવેજ કરી આપનાર, દસ્તાવેજ કરી લેનાર અને ઓળખ આપનારના ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડની નકલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પહેલાંની જેમ જ રજૂ કરવાની રહેશે. જ્યારે ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડની નકલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને દસ્તાવેજની સાથે જોડીને તેનો ભાગ બનાવવાને બદલે કચેરીના રેકર્ડ ઉપર જ તેની જાળવણી કરવાની રહેશે.

  • Follow us on: