- વિદેશી વિદ્યાર્થીએ સ્થાનિક વિદ્યાર્થીને લાફો મારતા વિવાદ
- બાદમાં સ્થાનિક વિદ્યાર્થીઓના ટોળાએ કરી તોડફોડ
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કમિશ્નર અને DGP સાથે કરી બેઠક
ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓની બબાલ અને ત્યાર બાદ થયેલ તોડફોડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રિપોર્ટ મંગાવ્યો છે. જેમાં સામે આવ્યું છેકે, નમાઝ પઢતા વિદેશી વિદ્યાર્થીએ હુમલો કરતા વિવાદ વકર્યો હતો. જે પછી વિદેશી વિદ્યાર્થીએ સ્થાનિક વિદ્યાર્થીને લાફો મારતા વિવાદ વધ્યો હતો.
પોલીસે 2 લોકોની ધરપકડ કરી
પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં હાલ 7 આરોપીની ઓળખ કરી લીધી છે. જે સાથે જ પોલીસ દ્વારા 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચે સોલામાં રહેતા હિતેશ મેવાડા અને વસ્ત્રાલમાં રહેતા ભરત પટેલની ધરપકડ કરી છે. બંનેને ગુજરાત યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવ્યા છે.
અમદાવાદ ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી તરુણ દુગ્ગલે જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગઈકાલે રાત્રે A બ્લોકમાં તોડફોડ તથા મારામારી મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો.જે મામલે કુલ નવ ટીમ તપાસ કરી રહી છે. ટીમે તપાસના આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. ટેકનિકલ સર્વિલન્સ તથા હ્યુમન સોર્સની મદદથી પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયા
આ તરફ કેન્દ્રીય વિદેશ મંત્રાલય દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છેકે, રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ વિદેશ મંત્રાલય ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસ સાથે સતત સંપર્કમાં છે. આ ઘટનામાં બે વિદેશી વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ ઘટના પર રાજ્ય સરકાર કડક પગલાં ભરી રહી છે.
7 આરોપીઓની ઓળખ થઈ
ગુજરાત યુનિ.ની ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં હંગામો કરનાર ટોળાના 7 આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. આ સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે. આ મામલે અન્ય કોણ કોણ હતા તે અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જ્યારે નમાઝ પઢતા વિદેશી વિદ્યાર્થીના હુમલા બાદ મારામારી થઈ તેના અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ વિદેશી વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે.
પોલીસ કમિશ્નરે સ્થળ નિરિક્ષણ કર્યું
અમદાવાદની ગુજરાત યુનિર્સિટીમાં મોડી રાત્રેની ઘટના પર પોલીસ કમિશનર જી. એસ. માલિકે વાતચીત કરતાં જણાવ્યું કે, મોડી રાત્રે 10.51 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન થયો હતો અને 10.56ને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 20થી 25 લોકોનું ટોળું યુનિવર્સિટીની હોસ્ટેલમાં A બ્લોકમાં પહોંચ્યું હતું. રમઝાન મહિનો હતો, જેથી કેટલાક વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા. કેટલાક લોકોનું ટોળું આવી અને તમારે અહીંયા નમાઝ પડવી જોઈએ નહીં. મસ્જિદમાં નમાઝ પડવી જોઈએ. તેમ કહી બોલા ચાલી અને ઝપાઝપી કરી હતી.
આ પછી રૂમમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા 20થી 25 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડીસીપી અને ચાર ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. ટોળામાં હુમલો કરનાર એક વ્યક્તિની ઓળખ થઈ ચૂકી છે. સાંજ સુધીમાં પોલીસ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવશે. પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે અલગ-અલગ નવ ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. મોડી સાંજ સુધીમાં સમગ્ર ઘટના બાબતે વિગત બહાર આવશે.3
કેવી રીતે વિવાદ વકર્યો
શનિવારે મોડી રાત્રે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસ તપાસ બાદ સામે આવ્યું છેકે, વિદેશી વિદ્યાર્થીએ સ્થાનિક વિદ્યાર્થીને લાફો મારતા વિવાદ વધ્યો હતો. જે બાદમાં સ્થાનિક વિદ્યાર્થીઓના ટોળાએ તોડફોડ કરી હતી. એટલું જ નહીં હોસ્ટલમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં DGP વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક હાજર રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ JCP નીરજ બડગુજર પણ હાજર રહ્યા હતા. જેમાં પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
પોલીસે આપ્યું નિવેદન
ગુજરાત યુનિ. કેમ્પસમાં બબાલ અંગે પોલીસનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું કે, અજાણ્યા ઈસમોએ મારામારી કરી તોડફોડ કરી છે. ગઈકાલે રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જે પછીઆરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરાશે. આ પછી પોલીસ તાત્કાલીક પહોચી સ્થિતી ઉપર નિયંત્રણ મેળ્યો છે.
ગૃહરાજ્યમંત્રી આવ્યા એક્શનમાં
જેના સાથે જ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની ઘટનાની ગંભીરતાને જોતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પોતાનો સુરત પ્રવાસ પણ રદ્દ કરીને તાત્કાલિક પોલીસ પાસે રિપોર્ટ મંગાવ્યો છે. જે સાથે જ હોસ્પિટલમાં દાખલ કરેલા વિદ્યાર્થીઓના અંગે પણ માહિતી માંગવામાં આવી છે.
[[$googlead]]