• કુબેર ડિંડોરે બદલી નિયમોને લઈ કરી મહત્ત્વની જાહેરાત
  • ગુરુપૂર્ણિમાના દિવસે HTAT ઉમેદવારોને ભેટ મળશે
  • 21 જૂલાઈ ગુરુપૂર્ણિમાએ નિયમો જાહેર થશે

શૈક્ષિકસંઘની કારોબારીમાં શિક્ષણમંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં HTAT મુખ્ય શિક્ષકોના નિયમોને લઈ મંત્રીનું નિવેદન છે કે કુબેર ડિંડોરે બદલી નિયમોને લઈ મહત્ત્વની જાહેરાત કરી છે. ગુરુપૂર્ણિમાના દિવસે HTAT ઉમેદવારોને ભેટ મળશે. તેમાં 21 જૂલાઈ ગુરુપૂર્ણિમાએ નિયમો જાહેર થશે.

HTATના તમામ પ્રશ્નો 12 વર્ષ બાદ ઉકેલાઈ જશે

HTATના તમામ પ્રશ્નો 12 વર્ષ બાદ ઉકેલાઈ જશે. બદલીના નિયમો ઘડવામાં આવે અને બદલી કેમ્પ યોજવામાં આવે તે મુખ્ય પ્રશ્ન છે. આગાઉ વધ થયેલા HTAT મુખ્ય શિક્ષકનો વધ રદ કરી વધ થયેલા તમામ મુખ્ય શિક્ષકોને મૂળ શાળામાં તાત્કાલિક પરત કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. અન્ય પ્રશ્નોમાં નિવૃત્તિ સમયનાં લાભો, બદલીની જોગવાઈ કરવામાં આવે છે. જે શાળામાં ધો.1થી 5માં 150થી વધુ અને ધો.6થી 8માં 100થી વધુ સંખ્યા હોય તેવી શાળામાં બે HTAT મુખ્યશિક્ષકની જોગવાઈ કરવામાં આવે છે.

સકારાત્મ સમાચાર સામે આવતા HTAT મુખ્ય શિક્ષકોને રાહત થઇ

અગાઉ રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આંદોલનનો માર્ગ ન અપનાવવા કરેલી અપીલને એચટાટના મુખ્ય શિક્ષકોએ ફગાવી દીધી હતી. બદલીના નવા નિયમો જાહેર કરવાની માંગ સાથે મુખ્ય શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. મળતી જાણકારી અનુસાર, બદલી અને સેવાકીય નિયમો જાહેર ના થતા એચટાટના મુખ્ય શિક્ષકોએ ઉપવાસ આંદોલનની જાહેરાત કરી હતી. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ મુખ્ય શિક્ષકો પહોંચ્યા હતા. શિક્ષકોનો આરોપ છે કે છેલ્લા 12 વર્ષથી શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારમાં રજૂઆત છતા નિયમો જાહેર કરાયા નથી. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે અગાઉ 15 જુલાઈ સુધીમાં નિયમો જાહેર કરવાની ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી નિયમો જાહેર ન થતા શિક્ષકોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. અન્ય કેટલીક માંગણીઓ પણ મુખ્ય શિક્ષકો તરફથી કરવામાં આવી હતી જેમાં હવે સકારાત્મ સમાચાર સામે આવતા HTAT મુખ્ય શિક્ષકોને રાહત થઇ છે.