રાજકોટનું ઈન્ટરનેશલ એરપોર્ટ હંમેશા વિવાદમાં રહેતું હોય છે ત્યારે ફરી ઈન્ટરનેશલ એરપોર્ટમાં ફલાઈટને લઈ વિવાદ ઉભો થયો છે,મહત્વનું છે કે ઈન્ટરનેશનલ એરપોર્ટ તો બની ગયું છે પરંતુ ઈન્ટરનેશનલ ફલાઈટો શરૂ થઈ નથી,ખાનગી એરલાઈન્સે રાજકોટ ઈન્ટરનેશનલ ફલાઈટને લઈ રસ દાખવ્યો નથી જેના કારણે સૌરાષ્ટ્રવાસીઓને વધુ એક તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે.


[[$googlead]]

રાજકોટ એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ ન થઈ

રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યું પરંતુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ ન થતા વિવાદ વધ્યો છે,ખાનગી એરલાઈન્સ કંપનીએ કોઈ રસ દાખવ્યો નહી જેના કારણે રાજકોટવાસીઓને તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે,વિદેશી ફ્લાઈટ શરુ કરવા માટે સર્વે પણ કરાયો હતો પરંતુ હજી સુધી ફલાઈટ શરૂ થઈ નથી,વિદેશ જવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને હાલાકી પડી રહી છે,સૌરાષ્ટ્રવાસીઓને વિદેશ જઉ હોય તો અમદાવાદ કે મુંબઈ જવું પડે છે,એરપોર્ટ ઓથોરિટીએ સમર શિડ્યુલ જાહેર કર્યુ છે.

[[$alsoread]]

આંતરરાષ્ટ્રીય ફલાઈટ શરૂ નથી થઈ

રાજકોટમાં લોકસભાની ચૂંટણી પૂર્વે પહેલા જૂલાઈ-2023માં વડાપ્રધાને ગુજરાતનું સૌ પ્રથમ ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું અને ત્યારે કાર્યક્રમમાં સૌરાષ્ટ્રને આ એક કમી હતી તે પૂરી થઈ અને હવે આંતરરાષ્ટ્રીય વિમાની સેવા મળશે તેવી વાતો થઈ અને હીરાસર એરપોર્ટનું નામ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરાયું. પરંતુ, આ લોકાર્પણને 19 માસનો સમય વિતી જવા છતાં હજુ અહીંથી વિદેશોમાં તો ફ્લાઈટ જતી નથી બલ્કે દેશના અનેક સ્થળોએ માંગણી છતાં ડોમેસ્ટીક ફ્લાઈટ પણ પુરતી શરૂ કરાઈ નથી.

હીરાસર એરપોર્ટ પરના નબળા બાંધકામની પોલ ખુલી હતી

અગાઉ રાજકોટમાં ચોમાસાની શરુઆતમાં હીરાસર એરપોર્ટ પરના નબળા બાંધકામની પોલ ખુલી હતી. રાજકોટના હીરાસર એરપોર્ટ પર મોટી દુર્ધટના ટળી હતી. એરપોર્ટ પર આવેલી કેનોપી અચાનક તૂટી પડી હતી. જો કે સદનસીબે પેસેન્જર પેસેજમાં કોઈ પેસેન્જર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. મળતી માહિતી પ્રમાણે આ કેનોપી પ્લાસ્ટિકની બની હતી. ઘટના બનતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટીએ કાટમાળ દૂર કરવાની કામગીરી કરી હતી. અગાઉ પણ એરપોર્ટમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં મુસાફરોને બેસવા માટે યોગ્ય સુવિધા ન હોવી. તેમજ ટોયલેટ બ્લોકમાં પાણી ન હોવુ સહિતના વિવાદ સામે આવ્યા હતા.  

  • Follow us on: