- કોબા નજીક સાંજે રસ્તો ક્રોસ કરવા જતા
- એક વૃધ્ધને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી
- કોબા ગામના નાગજીજી ગેમાજી ઠાકોર પાંચેક કલાક આસપાસ
કોબા નજીક સાંજે રસ્તો ક્રોસ કરવા જતા એક વૃધ્ધને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. આ બનાવમાં વૃધ્ધનું મોત નિપજ્યુ હતું. અકસ્માત બાદ ચાલક વાહન લઇને ફરાર થઇ ગયો હતો. જે મામલે મૃતકના પુત્રે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કોબા ગામના નાગજીજી ગેમાજી ઠાકોર સાંજે પાંચેક કલાક આસપાસ ઘરનો સરસામાન લેવામાટે ઘરેથી નિકળ્યા હતા. તેઓ ગાંધીનગરથી કોબા સર્કલ તરફનો રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. આ બનાવમાં તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ વાહન ચાલક પોતાનું વાહન લઇને ફરાર થઇ ગયો હતો. નાગજીજીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, ફરજ પરના ડોક્ટરે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.










