• કારચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો
  • કાર સ્ટ્રીટ લાઈટના પોલ સાથે અથડાઈ
  • અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ઉમટ્યા

અમદાવાદના ગાંધી આશ્રમ પાસે મોડી રાત્રે પૂરપાટ જતી કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર સાથે થાંભલા સાથે અથડાઈ હતી,કાર એટલી સ્પીડમાં હતી કે તેમાં રહેલી એરબેગ પણ ખુલી ગઈ હતી.ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.

1 જુલાઈના રોજ બોપલ બ્રિજ પર થયો અકસ્માત

અમદાવાદમાં દારૂ ભરેલ ગાડી પલટી મારી જતા 3 લોકોના મૃત્યુ થયા છે. તેમજ 6 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતની ઘટના બોપલના વકીલ સાહેબ બ્રિજ પર બની હતી. તેમાં દારૂ ભરેલ ગાડી પલટી મારી જતા અકસ્માત થયો છે. તેમજ અકસ્માતમાં ગાડીઓનો કચરઘાણ વળ્યો હતા કારણ કે 3 ગાડીઓને અતસ્માત થયો હતો.


12 ફેબ્રુઆરી 2024ના રોજ નરોડામાં કારે મારી પલટી

શહેરમાં આવો જ એક ગોઝારો અકસ્માત નરોડાના હંસપુરમાં થયો હતો. મોડી રાતે પૂરપાટ ઝડપે એક કાર જઇ રહી હતી. જેની સ્પીડ એટલી વધારે હતી કે, આખી કાર પલટી ખાઇ ગઇ હતી. આ ગોઝારા અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યુ હતુ.

30 એપ્રિલ 2024ના રોજ વિશાલા પાસે થયો અકસ્માત

અમદાવાદના વિશાલા - નારોલ રોડ પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. શાસ્ત્રીબ્રિજથી પીરાણા વચ્ચેના રસ્તા પર સર્જાયેલ અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું હતું. તેમનું નામ પ્રવીણ પ્રજાપતિ હતી.


  • Follow us on: