• ઝાપટાને પગલે રસ્તો લપસણો બન્યો ને ચાલકે કાબૂ ગુમાવ્યો

  • બસમાં સવાર ત્રણેય મુસાફરોનો આબાદ બચાવ, વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ
  • બસમાં સવાર મુસાફરો માટે એસ.ટી. વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી

વલસાડના લીલાપોર કોસ્ટલ હાઇવે પરથી આજરોજ વલસાડ તરફ આવી રહેલી એસ.ટી. બસના ચાલકે અચાનક કાબૂ ગુમાવી દેતાં બસ ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જે અકસ્માતમાં બસમાં સવાર ત્રણ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બસમાં સવાર મુસાફરો માટે એસ.ટી. વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

નડિયાદથી ધરમપુર તરફ જવા માટે નીકળેલ બસ (નંબર જીજે 18 ઝેડ 7820)નો ચાલક આજરોજ વહેલી સવારે વલસાડ નજીકના લીલાપોર ગામના ગોહિલવાસ પાસે આવેલા કોસ્ટલ હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. બસના ચાલકે અચાનક બ્રેક મારવાની ફરજ પડતા હતી. વરસાદી ઝાપટાને પગલે આ રસ્તો લપસણો બન્યો હોઇ બસ કોસ્ટલ હાઈવેના ડિવાઈડર પર ચઢી જતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. બસ ડિવાઈડર પર ચઢી જતા વહેલી સવારે જોરદાર અવાજ આવતાં સ્થાનિક રહીશો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘટના સમયે બસમાં માત્ર ત્રણ મુસાફરો સવાર હોઇ તમામ મુસાફરો અને બસના ચાલક અને કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો. બસમાં સવાર મુસાફરો માટે એસ.ટી.વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.


  • Follow us on: