- ત્રિ - માર્ગીય નિર્માણાધિન બ્રિજના 5 સ્લેબ ધરાશાયી
- સ્લેબ નીચે રીક્ષા દબાઈ જવાના કારણે લોકો દબાયા
- પુલ કયા કારણસર ધરાશાયી થયો તેની તપાસ ચાલુ :કલેક્ટર
હાલમાં પાલનપુર નેશનલ હાઇવે પર થતાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે મોટા પાયે બ્રિજના નિર્માણ થઈ રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો છે. આ અંગે હજી મળતી માહિતી અનુસાર, પાલનપુરમાં RTO સર્કલ પાસે બ્રિજનો સ્લેબ તૂટ્યો છે. જેમાં સ્લેબ નીચે રીક્ષા દબાઈ જવાના કારણે 2 વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે.
આ દરમિયાન બ્રિજના 5 સ્લેબ તૂટી પડ્યા હોવાની વિગતો સામે આવી છે. તેમજ સ્લેબ નીચે રીક્ષા દબાઈ હોવાની શક્યતા સામે આવી છે. તેમજ આ અંગે ક્લેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી કે, પુલ કયા કારણસર ધરાશાયી થયો તેની તપાસ ચાલુ છે. નોંધનીય બાબત છે કે, જાન્યુઆરીમાં બ્રિજનું લોકાર્પણ થવાનું હતું. તે પહેલા જ બ્રિજનો ભાગ તૂટી પડ્યો છે.
અકસ્માત અંગેની માહિતી અનુસાર, ત્રિ - માર્ગીય નિર્માણાધિન બ્રિજના 5 સ્લેબ ધરાશાયી થયા છે. આ સ્લેબ નીચે રીક્ષા દબાઈ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે ઘટના સ્થળ પર આખરે ક્લકેટર સહિતની ટીમ પહોંચી રહી છે. તેમજ MLA અનિકેત ઠાકર ગાંધીનગરથી પાલનપુર જશે. હાલમાં બ્રિજના સ્લેબના કાટમાળ નીચે રીક્ષા દબાઈ છે પરંતુ રીક્ષામાં કોઈ હતું કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ ક્રેન દ્વારા સ્લેબના કાટમાળને દૂર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર આરટીઓ ચેકપોસ્ટ નજીક નવીન બની રહેલો બ્રિજના સ્લેબ ધરાશાયી થયો છે. જેમાં ચેકપોસ્ટથી આરટીઓ કચેરી તરફ માર્ગ પર નવીન બની રહેલા બ્રિજના સ્લેબ થયા ધરાશાયી થયા હોવાની વિગતો સામે આવી છે. RCC સ્લેબ જમીનદોસ્ત થતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે.
મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર શહેરમાં નેશનલ હાઈવે 58 પર રેલવે ઓવરબ્રિજના એપ્રોચના ગર્ડર ટોપલ થવાની દુર્ઘટનાની અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે. આ દુર્ઘટનાના પ્રાથમિક કારણો જાણવા માટે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન સર્કલના અધિક્ષક ઇજનેર તેમજ GERIના અધિક્ષક ઇજનેરને તાત્કાલિક પાલનપુર પહોંચવાના આદેશો કર્યા છે.
બ્રિજની શું છે વિશેષતા
નોંધનીય છેકે, કેન્દ્ર સરકારે 123 કરોડના ખર્ચે થ્રી લેગ એલિવેટેડ રોટરી રેલવે ઓવરબ્રિજ મંજૂર કર્યો હતો, જેમાં પાલનપુરની એજન્સીને 90 કરોડના ખર્ચે બ્રીજ બનાવવાનું કામ મંજુર થયું હતું આ બ્રિજ 18 મહિનામાં પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું. જે દાતા તરફ 682 મીટર લાંબો, આબુ રોડ તરફ 700 મીટર લાંબો, અને પાલનપુર-અમદાવાદ હાઇવે તરફ 951 મીટર લાંબા ત્રણ લેગ બનાવામાં આવ્યા છે. ગુજરાતનું પ્રથમ પિલ્લર પર થ્રીલેગ એલિવેટેડ રોટરી ડિઝાઇનનું રેલવે ઓવરબ્રિજ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યો છે અને હવામાં 18 થી 20 ફૂટ ઉપર કોઈપણ સર્કલ બનાવવામાં આવ્યું છે.









