જાફરાબાદથી 22 નોટિકલ માઈલ દૂર બોટ દેખાઈ હતી અને જાફરાબાદમાં દેખાયેલી બોટ ફિશિંગની હોવાની માહિતી સામે આવી છે. કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર મારફતે બોટને આંતરી લેવાઇ હતી અને બોટમાં સવાર લોકોને રાઉન્ડપ કરી બહાર કાઢી લેવાયા છે, તો બીજી તરફ બોટમાં રહેલા લોકો વિશે હજુ સુધી માહિતી કોઈ સામે આવી નથી, દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ અમરેલી તંત્ર એલર્ટ મોડ પર છે.
માછીમારોની દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ
તો બીજી તરફ માછીમારોને નવી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે, તકેદારીના ભાગરૂપે તમામ માછીમારોને પરત બોલાવ્યા છે અને જાફરાબાદ, ચાંચબંદર, ધારાબંદર, શિયાળબેટ, નવા બંદર સહીતના બંદરો પર સૂચના અપાઈ છે.
અમરેલીના જાફરાબાદથી 22 નોટિકલ માઈલ દૂર અજાણી બોટ જોવા મળી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તણાવ બાદ પાકિસ્તાન તરફથી ભારતના શહેરો પર કરવામાં આવેલા હુમલા બાદ ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. હાલમાં ગુજરાતની દરિયાઈ સીમા પણ એક અજાણી બોટ જોવા મળતા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. અમરેલીના જાફરાબાદથી 22 નોટિકલ માઈલ દૂર અજાણી બોટ જોવા મળી હતી. માછીમારોએ આ બોટ અંગે કોસ્ટગાર્ડને જાણકારી આપી હતી. માછીમારોએ બોટને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે બોટ લઈને આવેલા લોકો ભાગી ગયા હતાં.
ગુજરાતની દરિયાઈ સીમાઓ પર એલર્ટ
મળતી વિગતો પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિ વચ્ચે ગુજરાતની દરિયાઈ સીમાઓ પર એલર્ટ અપાયું છે. અમરેલીના જાફરાબાદના દરિયામાં 22 નોટીકલ માઈલ દૂર માછીમારોએ એક અજાણી બોટ હોવાની કોસ્ટગાર્ડને માહિતી આપી હતી. ત્યાર બાદ માછીમારોએ આ બોટને રોકવાનો પ્રયાસ કરતાં બોટ લઈને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. ધારાસભ્ય હીરા સોલંકી પણ જાફરાબાદના દરિયા કાંઠે પહોંચી ગયા હતાં.









