• આણંદમાં ખંભોળજ પાસે નદીમાં 2 યુવક ડૂબ્યા
  • મહીસાગર નદીમાં ન્હાવા ગયા હતા 3 યુવક
  • સ્થાનિક તરવૈયાઓએ નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યા

મહીસાગર નદીમાં આણંદથી નાહવા આવેલ 2 યુવાનો ડુબીયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આણંદથી કાળઝાળ ગરમીથી ખાનપુર પાસે આવેલ મહીસાગર નદીમા નાહવા માટે આવેલા 2 યુવાનોના ડુબી જવાથી મોત થયા છે. જ્યાર અન્ય એકનો બચાવ થયો છે.

મળતી માહિતી મુજબ, રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી રાહત મેળવવા રિસોર્ટ અને નદીમાં નહાવા જતા હોય છે, પરંતુ અનેક વાર લોકો નહાવાની મજા મણતા જીવનો જોખમ ઉભો થાય છે. અનેક લોકોના ડૂબી જતા મોત થયાની ઘટના સામે આવે છે. તેવામાં આણંદથી 3 યુવાનો મહીસાગર નદીમાં નાહવા આવેલ માટે આવ્યા હતા. તેવામાં 3માંથી 2 યુવકોના ડૂબી જવાથી મોત થયા છે જ્યારે એકનો બચાવ કરવામાં આવ્યો છે.

ખભોળજ પોલીસે તરવૈયાઓને નદીમાંથી ઉતારીને શોધખોળ કરીને મૃતદેહો મહીસાગર નદીમાથી બહાર કાઢવામાં આવ્યા છે. ખંભોળજ પોલીસે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: