આંકલાવ તાલુકાના ગામોમાં 150થી વધુ ફાર્મહાઉસ આવેલા છે. જેમાં યુવાનો થર્ટી ફર્સ્ટની પાર્ટી કરવા માટે થનથતી રહ્યા છે તેમજ આંકલાવ તાલુકાના નદી કિનારે આવેલ રેસ્ટોરનટ, હોટલો, ફાર્મહાઉસ અને પાર્ટી પ્લોટમાં 31મી ડિસેમ્બરની ઉજવણીનું આયોજન મોટાપાયે કરવામાં આવે છે.
આ પાર્ટી પ્લોટમાં દારૂની ચાલની મહેફીલ ઉપર પોલીસ બાજ નજર રાખશે એટલું જ નહીં આંકલાવ પોલીસ દ્વારા દરેક ફાર્મ હાઉસના ગેટ પાસે પોલીસે સૂચના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. જો સૂચનાનું પાલન ન થયું તો ફાર્મહાઉસના માલિક અને આયોજનની ખેર નથી તે ઉપરાંત દારૂની પાર્ટી માણતા ફાર્મ હાઉસના માલિકો સામે પણ કડક પગલાં લેવામાં આવશે.
આંકલાવમાં 31મી ડિસેમ્બરના રોજ તાલુકાના આસરમા, હઠીપુરા, ઉમેટા, ખડોલ (હ), નાની-મોટી સંખ્યાંડ, ચમારા, ગંભીરા, નવાખલ, બામણગામ, આમરોલ, કહાનવાડી, ભેટાસી જેવાં ગામોમાં 150થી વધુ ફાર્મહાઉસ આવેલા છે અને આવેલી હોટલો અને પાર્ટી પ્લોટોમાં મોટી પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે.
આવી પાર્ટીઓમાં દારૂ પીરસાતો હોવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે ત્યારે 31 ડિસેમ્બરે દારૂ પીને છાકટા બનતા નબીરાઓને ઝડપી લેવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 31મી ડીસેમ્બરના રાત્રે શહેરના વિવિધ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમજ દારૂ પીને છાકટા બનેલા નબીરાઓને ઝડપી લેવા માટે પોલીસ તપાસ કરશે. આ ઉપરાંત જે ગામ નજીકમાં આવેલા ફાર્મહાઉસ અને પાર્ટી પ્લોટ ઉપર પણ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલીંગ કરવામાં આવશે તેવું આંકલાવ પીઆઈ પી.જે.બાટવાએ જણાવ્યું હતું.