આણંદના અગ્રણી શૈક્ષણિક ટ્સ્ટ શ્રી રામકૃષ્ણ સેવામંડળ સંચાલિત આણંદ હોસ્પિટલમાં તા. 17 માર્ચને સોમવારથી દરરોજ સવારે 9 થી 1 અને સાંજે 4 થી 6 દરમ્યાન મેડીસીન વિભાગમા નવી ફુલટાઇમ ઓપીડી સેવાનો શુભારંભ થયો હતો.
જે ઓપીડીમાં આણંદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણાં વર્ષોથી તેમની સેવા આપી ચુકેલા અનુભવી અને તબીબી શાખાની એમબીબીએસની ડિગ્રી ધરાવતા ડૉ. મયંક ચૌહાણ તેઓની સેવા આપશે. આણંદ હોસ્પિટલના મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.અંશુલ શાહ અને ડૉ. જનકભાઇ પટેલ દ્વારા ડૉ. મયંક ચૌહાણનેુ પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર-સ્વાગત કરવામા આવ્યુ હતું. હોસ્પિટલની જનરલ ઓપીડીમાં તાવ, શરદી, ઉધરસ, ટાઇફોઇડ, મેલેરિયા જેવા રોગો તેમજ અન્ય નાની-મોટી બિમારીઓ, સ્ત્રીઓમાં ઉદ્ભવતા વિવિધ રોગોના નિદાન અને સારવાર તેમજ બાળકોના રોગો માટે રાહત દરે સારવાર પુરી પાડવામા આવશે. તેમજ જરૂર જણાશે તો તેવા દર્દીઓને દાખલ કરીને સારવાર કરવામા આવશે. ત્યારે રામકૃષ્ણ સેવામંડળ સંચાલિત આરોગ્ય સુવિદ્યાઓ તેમજ આણંદ હોસ્પિટલની આરોગ્ય સુવિદ્યાઓનો શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ, જરૂરતમંદ રહીશો હાલમા મોટી સંખ્યામા લાભ લઇ રહ્યા છે. ત્યારે હોસ્પિટલમાં ફુલટાઇમ તબીબની ઓપીડી સેવાનો પ્રારંભ થતાં દર્દીઓ, નાગરિકોને ઘરઆંગણે નિદાન-સારવારની વધુ સગવડો ઉપલબ્ધ બની હોવાનો આશાવાદ વ્યક્ત કરાયો છે.










