આણંદ જિલ્લા ખોરાક અને ઓષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળિયા તત્વો વિરૂદ્ધ તપાસ ઝુંબેશ હાથ ધરવામા આવી છે. જેમા ઠંડા પીણાની બોટલમા જીવાત મળવાનો વિડીયો વાયરલ થયો.


જિલ્લા ફુડ સેફટી વિભાગ દ્વારા બોરસદ તાલુકાના નાપા ગામે આવેલ ઠંડાપીણાના ઉત્પાદક કૅપની સાદત બોટલીંગ ખાતે સઘન તપાસ કરી ઠંડાપીણાના 04 નમુના લઇ પૃથ્થકરણ માટે મોકલી આપી ઠંડાપીણાની બોટલોનો 1.17 લાખની કિમતનો જથ્થો જપ્ત કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જિલ્લા ફુડ એન્ડ સેફટી વિભાગ દ્વારા ફુડપાર્લરો, હોટલો-રેસ્ટોરંટો, ઢાબાઓ ઉપર સ્વચ્છતા તેમજ હાઇજીનની જાળવણી, નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે ભેળસેળિયા તત્વો, વાસી, અખાદ્ય પદાર્થોનુ વેચાણ કરતા ઇસમો વિરૂદ્ધ કાયદેસર પ્રક્રિયા, દંડનાત્મક કાર્યવાહી સમયાંતરે હાથ ધરવામા આવે છે. ત્યારે સોશયલ મિડીયામાં ઠંડાપીણાની બોટલમાં જીવાત મળ્યા અંગેનો વિડીયો વાયરલ થતાં આણંદ જિલ્લા ફુડ સેફટી વિભાગના ફુડ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓની ટીમે બોરસદ તાલુકાના નાપા ગામે આવેલ ઠંડાપીણાના ઉત્પાદક સાદત બોટલીંગ ખાતે વિસ્તૃત્ત તપાસ કરી ઠંડાપીણાના 04 સેમ્પલો મેળવી ચકાસણી માટે લેબમા મોકલી આપ્યા છે.તદુપરાંત ફીઝા સોફ્ટડીંક્સ, ઓરેન્જ ઝમઝમની 1008 બોટલ, ફીઝા સોફ્ટ ડિન્ક્રસ લાઇન લેમન ઝમ ઝમની 1152 બોટલ, ફીઝા જીરા ફુલ મેજીક કાર્બોનેટેડ બેવરેજીસની 8400 બોટલ, ફીજા વ્હાઇટ જીરા મસાલા કાર્બોનેટેડ બીવરેજીસની 1200 બોટલ મળી 1,17,600નો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે.


  • Follow us on: