આણંદ જિલ્લાની 11 કો-ઓપરેટીવ સહકારી બેંકોમાં છેલ્લા 10 વર્ષથી ડીરેક્ટર પદે સત્તારૂઢ એવા સહકારી આગેવાનોની વિદાય નિશ્ચિત છે. સહકારી બેંકોમાં એક વ્યક્તિ સતત 10 વર્ષ સુધી બેંકમાં ચીટકી રહ્યા હશે.


 તેઓએ હવે પદ છોડવું પડશે. સહકારી ક્ષેત્રે પોતાનો દબદબો ધરાવતા અનેક આગેવાનો ઘર ભેગા કરવામાં આવનાર છે. કેન્દ્રના નવા પરીપત્રથી શહેરી વિકાસ બેંકોને લાગુ પડતી જોગવાઇઓ 115 ઇ મુજબ હોદ્દાની મુદ્દત હવે નક્કી કરાઇ છે. જેથી સહકારી બેંકોમાં ઘણા વર્ષોથી ચીટકી રહેલા આગેવાનોને બેંકનો મોભાદાર ચેરમેન, વાઇસ ચેરમેન, મેનેજીંગ ડીરેક્ટર કે ડીરેક્ટર હોય તેવા તમામે સ્વૈચ્છિક રાજીનામા આપવા પડશે. જો કે આ મુદ્દે અગામી સપ્તાહમાં બેંકો પાસેથી 5 વર્ષથી વધુ સમય થયો હોય તેવા સભ્યોની વિગતો એકત્રીત કર્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે. સહકારીક્ષેત્રનો મુખ્ય પાયો ચરોતર પ્રદેશ હરહંમેશા રહ્યો છે. સહકારની ભાવનાથી અમૂલનો પાયો નખાયો તેમ સહકારી કો.ઓપરેટીવ બેંકોનો પાયો નાખવામાં આવ્યો હતો. આણંદ જિલ્લામાં અનેક બેંકો આઝાદી કાળથી સહકારી ધોરણે ચાલી રહી છે. કો.ઓપરેટીવ બેંકીંગ સેક્ટરમાં આણંદ અને ખેડા જિલ્લામાં મોખરાનું સ્થાન છે. આણંદ જિલ્લાની ભાદરણ પીપલ્સ, ઓડ અર્બન, વલ્લભ વિદ્યાનગર કોમર્શિયલ, ઉમરેઠ અર્બન, સારસા પીપલ્સ, તારાપુર અર્બન, ધર્મજ પીપલ્ય, ખંભાત નાગરીક, સરદાર ગંજ , આણંદ મર્કન્ટાઇલ અને બોરસદ નાગરીક તથા ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચૂંટાયેલા હોદ્દેદારો પૈકી જે હોદ્દેદારનો 10 વર્ષનો કાર્યકાળ થઇ ગયો છે. તેવા તમામ હોદ્દેદારોએ બેંકનું મહત્વનું પદ સ્વૈચ્છિક પણે છોડવું પડશે. જેથી લાંબા સમય સુધી બેંકમાં એક હથ્થુ શાસન ભોગવતા સહકારી આગેવાનોની હાકલ પટ્ટી થશે.

જેને લઇને નવા યુવા હોદ્દેદારોને કો.ઓપરેટીવ બેંકીંગ ક્ષેત્રે કામ કરવાની તક મળશે. સહકારી બેંકોમાં પોતાની મનમાની કરી ઇજારાસાહી ભોગવતા હોદ્દેદારોને હવે ઘરભેગા થવું પડશે. અત્રે ઉલ્લેખનિય છે કે અન્ય સહકારી સંસ્થાઓ જેવી કે એપીએમસી, ખરીદ વેચાણ સંઘોમાં પણ એક હથ્થુ શાસાન તોડવા માટે અગાઉ કરેલા પરીપત્રને કારણો તેવી સંસ્થાઓમાંથી પણ સહકારી મધાતાઓને ઘર ભેગું તવું પડયું હતું. 10 વર્ષથી વધુ સમય બેંકમાં સત્તા ભોગવતા ડીરેક્ટરો સામે આરબીઆઇ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. નવા કાયદાની જોગવાઇઓ મુજબ ચૂંટાયેલા હોદ્દેદારોની ટર્મ બાકી હશે તો પણ અધુરી ટર્મે સત્તા છોડવી પડશે.

આણંદ જિલ્લાની કઇ કઇ સહકારી બેંકોમાં અસર થશે

ભાદરણ પીપલ્સ કો.ઓપ. બેંક લી

 ઓડ અર્બન કો.ઓપ. બેંક લી

 વલ્લભવિદ્યાનગર કોમર્શિયલ કો.ઓપ. બેંક લી

 ઉમરેઠ અર્બન કો.ઓપ. બેંક લી

 સારસા પીપલ્સ કો.ઓપ. બેંક લી

 તારાપુર અર્બન કો.ઓપ. બેંક લી

 ધર્મજ પીપલ્સ કો.ઓપ. બેંક લી

 ખંભાત નાગરીક કો.ઓપ. બેંક લી

 સરદાર ગંજ મર્કન્ટાઇલ કો.ઓપ. બેંક લી

 આણંદ મર્કન્ટાઇલ કો.ઓપ. બેંક લી

બોરસદ નાગરીક કો.ઓપ. બેંક લી

ખેડા જિ.મ.સહકારી બેંકમાં પણ હોદ્દેદારે રાજીનામું આપવું પડશે

આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં 86 બ્રાન્ચ ધરાવતી અને ચરોતર પ્રદેશની જીવાદોરી સમાન ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કે જેનું કાર્યક્ષેત્ર ગ્રામિણકક્ષાએ સૈથી વધુ વિસ્તરેલું છે. પશુપાલકો અને ખેડુતોની પોતીકી ગણાતી ડીસ્ટ્રીક્ટ બેંકમાં પણ નવા પરીપત્ર મુજબ 10 વર્ષનો સમય વિત્યો હોય તેવા તમામ હોદ્દેદારોએ પદત્યાગ કરવો પડશે. અગામી સમયમાં સ્ટેટ અને ડીસ્ટ્રીક્ટ રજીસ્ટ્રાર દ્વારા આ મુદ્દે માહિતી એકત્રીત કરી કાર્યવાહી કરશે. આણંદ જિલ્લાની 11 સહકારી કો.ઓપરેટીવ બેંકોમાં લાંબા સમયથી ડીરેક્ટર પદે સત્તારૂઢ એવા હોદ્દેદારોની હકાલપટ્ટી નિશ્ચિત છે. 10 વર્ષથી વધુ સમય સુધી સતત બેંકમાં સત્તા ભોગવતા આગેવાનોને ના છુટકે મને ક મને પદ ત્યાગ કરવું પડશે. તે વાત નિશ્ચિત છે ત્યારે અગામી સમયમાં રાજીનામાથી ખાલી પડેલી બેઠકોની ચૂંટણી યોજાવાની શક્યતાઓ સેવાઇ રહી છે.


  • Follow us on: