- બે ટર્મથી કોંગ્રેસનો કબજો
- આ વખતે જામશે ખરાખરીનો જંગ
- બે તાલુકાની બનેલી છે વિધાનસભા બેઠક
સોજીત્રા અને તારાપુર મળીને બે તાલુકાઓને મળીને બનેલો આ વિધાનસભા વિસ્તાર મુખ્યત્વે ખેતી પ્રધાન છે. પરંતુ તેનું ઐતિહાસિક મહત્વ પણ એટલું જ છે. આઝાદીના લડવૈયા અને ખૂબ જાણીતા શિલ્પી કાંતિભાઈ બળદેવભાઈ પટેલનું વતન આ સોજીત્રા છે. કાંતિભાઈએ 1942ની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. સૂરતના બારડોલી કોર્ટનું પિકેટિંગ કરતાં છ માસનો જેલવાસ પણ ભોગવ્યો હતો. ખૂબ ઓછા લોકોને ખ્યાલ હશે કે તેમણે પ્રાથમિક શિક્ષણ સોજીત્રામાં અને માધ્યમિક શિક્ષણ ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં મેળવ્યું હતું. આ બાદ તેમણે જિ. નાગપુરના ખામગાંવની તિલક વિદ્યાપીઠમાં શિલ્પકળામાં પ્રથમ વર્ગ મેળવી વતન આવ્યા.
જાતિગણ સમિકરણો
ભાલ પંથકનું પ્રવેશદ્વાર ગણાતી સોજીત્રા વિધાનસભા બેઠક પર 1 લાખ 04 હજાર 022 પૂરૂષ મતદારો અને 95 હજાર 024 સ્ત્રી મતદારો મળીને સાથે કુલ 1 લાખ 99 હજાર 051 મતદારો નોંધાયેલા છે. આ બેઠક પર પાટીદાર, કોળી, રાજપૂત સમાજનું પ્રભુત્વ રહેલું છે. અહીં 2002 બાદ ભાજપ સત્તા પાર હતું અને વિધાનસભાના દંડક રહી ચૂકેલા અંબાલાલ રોહિત ધારાસભ્ય પદે હતા. પરંતુ ગઈ બે ટર્મથી અહીં કોંગ્રેસ સત્તામાં આવી છે. આમ અહીં કોંગ્રેસનો પંજો લહેરાઈ રહ્યો છે. જોકે અહીંના રાજકીય પંડિતોની વાત માનીએ તો આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળવાની છે.
છેલ્લા 3 ટર્મનો ઈતિહાસ
આણંદની સોજિત્રા બેઠક પર વર્ષ 2002 વિધાનસભા ચૂંટણી બાદ ભાજપનો કબજો હતો. વિધાનસભાના દંડક રહી ચૂકેલા અંબાલાલ રોહિત ધારાસભ્ય પદે રહ્યા હતા. જો કે હાલ રાજકીય ચિત્ર બદલતા છેલ્લી 2 ટર્મથી અહીં કોંગ્રેસનો કબજો જોવા મળી રહ્યો છે. આમ હાલ અહીં કોંગ્રેસનો પજા લહેરાઈ રહ્યો છે. જો રાજકીયવિદોનુ માનીએ તો વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં કાંટે કી ટક્કર જોવા મળશે.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
2012માં આ બેઠક સામાન્ય બની હતી અને કોંગ્રેસના પૂનમ પરમાર વિજેતા થયા હતા. તેમને 65210 મત મળ્યા હતા. જ્યારે તેમની સામે ભાજપના ઉમેદવાર વિપુલ પટેલને 65048 મત મળ્યા હતા. એટલે કે કોંગ્રેસના ઉમેદવાર માત્ર 162 મતોના ઓછા માર્જીનથી ચૂંટણી જીતી શક્યા હતા. આ જ કારણ છે કે, ભાજપે વિપુલ પટેલ પર વિશ્વાસ મૂકીને ફરીથી ચૂંટણી લડી હતી. બીજી તરફ કોંગ્રેસે પણ પોતાના ધારાસભ્યને મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારબદ વર્ષ 2017 માં ગુજરાતના આણંદ જિલ્લાની સોજિત્રા બેઠક પર કોંગ્રેસે જીતના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું અને કોંગ્રેસના ઉમેદવાર પૂનમ પરમારનો વિજય થયો હતો.
2017ના પરિણામો
2017 માં ગુજરાતના આણંદ જિલ્લાની સોજિત્રા બેઠક પર કોંગ્રેસે જીતના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું અને કોંગ્રેસના ઉમેદવાર પૂનમ પરમારને 70 હજારથી વધારે મતથી વિજય થયો હતો. જ્યારે ભાજપના ઉમેદવારને 40 હજારથી વધારે મત મળ્યા હતા.