- પેટલાદથી આણંદ જતી ટ્રેનમાં મુસાફો કંટાળ્યા
- ઓછા ડબ્બાના કારણે લોકોને લટકીને જવાનો વારો આવ્યો
- કોઈ દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર રહેશે તે એક સવાલ
પેટલાદથી આણંદ જતી સવારની ટ્રેનમાં ભારે ભીડને કારણે મુસાફરોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ઓછા ડબ્બાને કારણે લોકોને બેસવાની પણ જગ્યા મળતી નથી.પેટલાદથી આણંદ તેમજ વિદ્યાનગર નોકરી અર્થે મોટી સંખ્યામાં યુવાનો રોજ અપડાઉન કરે છે. કોરોના કાળ બાદ ડબ્બા ઘટાડી દેવામાં આવતા હાલ મુસાફરોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.
ઓછા ડબ્બાના કારણે પારાવાર મુશ્કેલી
ભારે ભીડને કારણે લોકોને તેમજ ખાસ કરીને મહિલાઓને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે. લોકોને ટ્રેનની બહાર લટકતા જવું પડે છે. અને જોખમી મુસાફરી કરવી પડે છે.આણંદ જિલ્લામાં આણંદથી ખંભાત ડેમુ ટ્રેન દોડી રહી છે. જે ટ્રેન સવારે 8:00 વાગે ખંભાતથી ઉપડી આણંદ તરફ જવા નિકળે છે ત્યારે પેટલાદ રેલવે સ્ટેશને મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનમાં બેસવા માટે ઊભા રહ્યા હોય છે. ટ્રેન આવવાની સાથે જ લોકો બેસવા માટે પડાપડી કરે છે.

ડબ્બામાં બેસવાની જગ્યા નહી
ટ્રેનના ઓછા ડબ્બાને કારણે લોકોને બેસવાની જગ્યા મળતી નથી. ટ્રેનમાં ઉભા ઉભા જ ભારે ગીરદી વચ્ચે મુસાફરી કરવી પડે છે. આ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાતોને ટ્રેનના દરવાજાની પાસે લટકતા રહીને જવું પડે છે. હાલ મુસાફરો ટ્રેનમાં જોખમી મુસાફરી કરી રહ્યા છે. ત્યારે મુસાફરોની માંગ છે કે તાત્કાલિક ટ્રેનના ડબ્બા વધારવામાં આવે. ઓછા ડબ્બાને કારણે લોકોને મુસાફરી કરવામાં તકલીફ પડી રહી છે,અને જોખમી મુસાફરી કરવી પડે છે.

રેલવે તંત્ર કોઈ નિર્ણય લે
આ રીતની જોખમી મુસાફરી તમે મુંબઈમાં જોઈ હશે પરંતુ આ દ્રશ્યો ગુજરતાના છે,મુસાફરોનુ માનીએતો તેમનું કહેવું છે કે,આ બાબતે રેલવે વિભાગને અવાર-નવાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્રારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જેના કારણે આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે,સવારે જઈએ ત્યારે પણ આજ સ્થિતિ અને સાંજે ઘરે પરત ફરીએ ત્યારે પણ ભીડ હોય છે,રેલવે દ્રારા વધારાના કોચ જોડાય તો ભીડ ઓછી રહે તેવી મુસાફરો માંગણી કરી રહ્યાં છે.









