• 3 દિવસનું પ્રી-વેડિંગ ફંક્શન આજથી શરૂ 
  • બોલીવૂડના સ્ટાર્સ સહિતના મહેમાનો જામનગર પહોંચ્યા
  • વિશ્વભરમાંથી મહેમાનો પ્રિ-વેડિંગ ફંક્શનમાં રહેશે હાજર

જામનગરમાં અનંત અંબાણીનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાઇ રહ્યું છે. જેમાં 3 દિવસનું પ્રી-વેડિંગ ફંક્શન આજથી શરૂ છે. તેમાં બોલીવૂડના સ્ટાર્સ સહિતના મહેમાનો જામનગર પહોંચ્યા છે. વિશ્વભરમાંથી મહેમાનો પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજર રહેશે. તથા આંતરરાષ્ટ્રીય સ્ટાર રિહાન્ના ફંક્શનમાં પર્ફોમ કરશે. તેમજ ઈશાન કિશન, ધોની-પંડ્યા અને તેંડુલકર પરિવાર સાથે પહોંચ્યા છે.


[[$googlead]]

ઇવાન્કા ટ્રમ્પ જામનગર પહોંચ્યા

[[$alsoread]]

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પ પણ જામનગર પહોંચી ગઈ છે.


રમતગમતની હસ્તીઓ જામનગર પહોંચી

બિઝનેસ અને ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓ ઉપરાંત ખેલ જગતના પ્રખ્યાત ચહેરાઓ પણ જામનગર પહોંચી રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ડ્વેન બ્રાવો, ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ, ક્રિકેટર ઝહીર ખાન જામનગર પહોંચી ગયા છે. આ સિવાય રાશિદ ખાન પણ અંબાણીના ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યા છે.


માર્ક ઝકરબર્ગ, ડિઝનીના સીઈઓ બોબ ઈગર, હોલીવુડ સિંગર રિહાન્ના આવી ગયા

બિલ ગેટ્સ, ઇવાન્કા ટ્રમ્પ આવશે. તેમજ પ્રી-વેડિંગમાં અતિથિઓ ભારતીય સંસ્કૃતિનો આનંદ લેશે. મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનનું જામનગરમાં આયોજન થયુ છે. આ ફંક્શન આજથી ત્રણ માર્ચ દરમિયાન થશે. જેના માટે બોલિવૂડની અનેક હસ્તીઓ ત્યાં પહોંચી છે. અભિનેત્રી આલિયા એરપોર્ટ પર જોવા મળી હતી. જોકે, આ વખતે રણબીર અને આલિયાએ પાપારાઝીને રાહાની ઝલક દેખાડી ન હતી. નીતુ કપૂર પણ તેમની સાથે જામનગર પહોંચ્યા છે.

ટાઉનશિપની અંદર 150 જેટલા બંગલા બનાવવામાં આવ્યા

જામનગર પાસેની રિલાયન્સ ટાઉનશિપમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ મહિનાઓ પહેલાં શરૂ થઈ ચૂકી હતી. આ પ્રસંગે હાઇપ્રોફાઇલ લોકો જામનગરના આંગણે આવી રહ્યા છે. ત્રણ દિવસ ચાલનારા વિવિધ કાર્યક્રમોમાં દેશ-વિદેશના VVIP મહેમાનોને રહેવા માટે રિલાયન્સ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. છેલ્લા 2 મહિનાના સમયગાળામાં જ ટાઉનશિપની અંદર 150 જેટલા બંગલા બનાવવામાં આવ્યા છે. જેમાં અતિ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. મોટાભાગના મહેમાનોને આ બંગલાઓમાં ઉતારો આપવામાં આવ્યો છે. આ બંગલાઓમાં 3 બેડરૂમ, હોલ તેમજ આધુનિક સુવિધાવાળા બાથરૂમ છે.


બંગલા બાંધવા માટે ખાસ કુશળતા ધરાવતા કારીગરો બહારથી બોલાવવામાં આવ્યા

આ બંગલા બાંધવા માટે ખાસ કુશળતા ધરાવતા કારીગરો બહારથી બોલાવવામાં આવ્યા છે. જ્યારે તેની ડિઝાઈન મુંબઈમાં તૈયાર થઈ હોવાની જાણકારી મળી છે. બંગલામાં ત્રણ દિવસ રોકાનારા તમામ VVIP મહેમાનોની પ્રાઈવસીનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. દરેક મહેમાન માટે તેમની પસંદગી અનુરૂપ બંગલાની ફાળવણી કરવામાં આવી છે. તેમજ તેમની દૈનિક જરૂરિયાત ધ્યાનમાં રાખીને ફર્નિચર સહિતની આધુનિક સુવિધાઓ બંગલામાં રાખવામાં આવી છે.


જાણો કયા મહેમાનોએ હાજરી આપી છે

અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, જાન્હવી કપૂર સહિત કેટલીક આંતરરાષ્ટ્રીય હસ્તીઓ ગુરુવારે જામનગર પહોંચી હતી. આ યાદીમાં માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, બ્લેક રોકના સીઈઓ લેરી ફિંક, ફેસબુક મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ, ડિઝનીના સીઈઓ બોબ ઈગર, હોલીવુડ સિંગર રિહાન્ના સહિત અનેક જાણીતી વ્યક્તિઓ સામેલ છે.


પ્રી-વેડિંગ સેરેમની જામનગરમાં શા માટે?

એક અહેવાલ મુજબ અનંત અંબાણીએ તેમના પ્રી-વેડિંગ સેરેમની જામનગરમાં શા માટે કરવામાં આવી રહી છે તેનો ખુલાસો કર્યો હતો, તેમને જણાવ્યું કે તેમની દાદીનો જન્મ જામનગરમાં થયો હતો. આ સિવાય તેમના દાદા ધીરુભાઈ અંબાણી અને પિતા મુકેશ અંબાણીએ પણ અહીંથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. આ કારણોસર, તેમને આ જગ્યા ખૂબ જ પસંદ છે, જેના કારણે અહીં પ્રી-વેડિંગ ફંક્શન યોજવામાં આવી રહ્યા છે.


પ્રી-વેડીંગનો આજે પ્રથમ દિવસ

અનંત-રાધિકાના પ્રી વેડીંગનનો આજે પ્રથમ દિવસ છે. આજે બોલિવૂડથી લઈને ક્રિકેટ જગતની અનેક સેલિબ્રિટી હાજર રહેવાની છે. જેમાં અજય દેવગણ, કાજોલ, અમિતાભ બચ્ચન અને તેની ફેમિલી, સચિન તેંડૂકર અને તેની ફેમિલી, કે.એલ રાહુલ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા, મહેન્દ્ર સિંહ ધોની અને તેની ફેમિલી તેમજ અક્ષય કુમાર પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ટાટા સન્સના ચેરમેન એન ચન્દ્રન, બિલ ગેસ્ટ, રામચરણ, ટાઈગર શ્રોફ સહિત અનેક દિગ્ગજો હાજરી આપશે.

  • Follow us on: