• ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવાની પહેલ

  • પપૈયાના પાકમાં નવતર પ્રયોગ કરાયો
  • ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરતા પંથકના ખેડૂતો જોવા ઉમટી પડયા

 માલપુર તાલુકાના અણીયોર કંપાના ખેડૂતો બાગાયતી ખેતીમાં તાલુકામાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવાની પહેલ કરી છે. બાગાયતી ખેતીમાં પોષણક્ષમ ભાવ મળી રહે તેવા આશયથી ખેડૂતોએ પપૈયાની ખેતી કરી છે. અણીયોર કંપાના પટેલ રમણભાઈ ખેતાભાઇએ 10 એકરમાં સારી ગુણવત્તા યુક્ત બિયારણ તેમજ ખાતર અને ખેતી અધિકારીના માર્ગદર્શન હેઠળ પપૈયાની કરી ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરતા પંથકના ખેડૂતો જોવા ઉમટી પડયા હતા.

ખેડૂત રમણભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, અણિયોર કંપામાં પપૈયાની ખેતી યોગ્ય દવા અને ખાતર દ્વારા વાવેતર કરવામાં આવતા છોડની ઊંચાઈ વધુ હોઇ ડ્રોનથી દવાનો છંટકાવ કરાયો હતો. ડ્રોનથી દવાનો છંટકાવ કરતા છોડના તમામ ભાગમાં દવા પહોંચી શકે જે તેનો ફાયદો છે. છંટકાવનો ભાવ એકરે 600 રૂપિયા જેટલી કિંમત ચૂકવવામાં આવ્યો હતો તેમ જણાવ્યું હતું.


  • Follow us on: