યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે તા.7 માર્ચે શિયાળુ સત્ર 2024મા લેવાનારી પરીક્ષામા સુવર્ણ ચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
પ્રોવોસ્ટ ડો.શ્રીકાંત જે. વાઘ , રજિસ્ટ્રાર, ડીન અને વિભાગોના વડાઓની હાજરી આપી કાર્યક્રમની પ્રતિષ્ઠા વધારી અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ (BE), ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ (DE), માસ્ટર ઓફ એન્જિનિયરિંગ (ME), બેચલર ઓફ સાયન્સ (BSc), અને માસ્ટર ઓફ સાયન્સ (MSc) સહિત વિવિધ શાખાઓના સાત ઉત્કૃષ્ટ 15 વિદ્યાર્થીઓનું સુવર્ણ ચંદ્રકથી સન્માન કરાયુ હતું. સન્માન સમારોહ પછી, નિલેશ દેસાઈએ વિજ્ઞાન દ્વારા ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પ્રગટાવવો શીર્ષક પર પ્રવચન આપ્યું હતું,










