ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો ઘરની બહાર સુતા હોય છે, પરંતુ અંકલેશ્વરથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અંકલેશ્વરના ભરણ ગામે ઘરની બહાર નિંદ્રા માણી રહેલા પરિવારના મકાનમાંથી તસ્કરો રૂપિયા 17 લાખના સોના-ચાંદીનાની દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.


[[$googlead]]

પરિવાર ઘરની બહાર સુઈ ગયો હતો

હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે લોકો ગરમીથી બચવા ઘરની બહાર અથવા ધાબા પર સુતા હોય છે. પરંતુ આનો લાભ તસ્કરો લઈ રહ્યા છે. અંકલેશ્વરના ભરણ ગામે પરિવાર ઘરની બહાર સૂતો હતો અને તસ્કરો મકાનમાં ખેલ કરી ગયા હતા. અંકલેશ્વર તાલુકાના ભરણ ગામના સુથાર ફળિયામાં રહેતી ભારતીબેન ભાવેશ પટેલ પોતાના પરિવાર સાથે ઘરના દરવાજાને બંધ કરી ઓટલા ઉપર સુઈ ગયા હતા, તે દરમિયાન તસ્કરો ત્રાટકી ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડા 1.62 લાખ મળી કુલ 17.56 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

[[$alsoread]]

સવારે સફાઈ કરતી વખતે દાગીનાના બોક્સ કબાટ નીચેથી મળતા ચોરી થઈ હોવાનું માલુમ પડયું

તસ્કરોએ ઘરમાં ત્રાટકીને સામાન વેર વિખેર કર્યા વગર ચોરી કરી હતી કે પરિવારને સવારે ઉઠ્યા બાદ પણ ચોરીની ખબર ના પડી હતી. સવારે 8 વાગ્યા બાદ વિવિધ રૂમમાં સફાઈ કરતી વખતે દાગીના બોક્સ કબાટ નીચેથી મળતા ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. એ પહેલા પરિવારના સભ્યો એ 2થી 3 વાર તિજોરી ખોલી હોવા છતાં ચોરી થઈ હોવાનો અહેસાસ થયો ન હતો. સવારે સફાઈ દરમ્યાન કબાટ નીચેથી ઘરેણાના ખાલી બોક્સ મળ્યા હતા, જે બાદ ચોરી અંગેની જાણ થતા તેઓએ પોલીસને જાણ કરી હતી. બનાવની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: