- ગુવાહાટી ખાતે યોજાયેલી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો
- પુત્રવધૂને સાસરિયાં અને સસરાએ પુત્રીની માફક પ્રોત્સાહન પૂરું પાડયું
- આ સ્પર્ધા માટે ઘણા સમયથી નેહાબેન તૈયારીઓ કરતા હતા
અંકલેશ્વરના ઉધોગપતિ અને લુહાણા સમાજના આગેવાન નરેશ પુજારાનાં પુત્રવધુ નેહા પૂજારાએ આસામના ગુવાહાટી ખાતે યોજાયેલ નેશનલ ફિઝીક્સ કમિટીની સ્પર્ધામાં પ્રથમ સ્થાન સાથે ગોલ્ડમેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ગત તા.14મી મેના રોજ આસામના ગુવાહાટી ખાતે નેશનલ ફિઝીક્સ કમિટી દ્વારા બૉડી બિલ્ડીંગ એન્ડ ફિઝીક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં દેશભરમાંથી અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંકલેશ્વરના નેહા પુજારાએ પ્રથમ સ્થાન હાંસલ કરવા સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓ એક દીકરીની માતા સાથે અંકલેશ્વરના પુજારા પરિવારના પુત્રવધુ છે. સ્પર્ધા માટે તૈયારીઓ કરવા પતિ સહિત પરિવારે તેમને ખૂબ જ પ્રોત્સાહન આપવા સાથે તમામ સહયોગ આપ્યો હતો. ખાસ કરી સસરા નરેશ પુજારાએ પુત્રવધુ નેહાબેનને પુત્રીની જેમ રાખી ખૂબ જ પ્રેરણા અને સહકાર પૂરો પાડયો હતો.










