અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી જલ એકવા કંપનીમાં અચાનક આગ લાગતા દૂર દૂર સુધી આગના ગોટા જોવા મળ્યા હતા,આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ કે,ફેકટરી બળીને ખાખ થઈ ગઈ છે,આ આગમાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે,તો પોલીસે પણ ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથધરી છે,ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.
પાનોલીની જલ એક્વા કંપનીમાં ભીષણ આગ
અંકલેશ્વરની પાનોલીની જલ એકવા કંપનીમાં ભીષણ આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો છે,આગને લઈ મેજર કોલ જાહેર કરાયો છે,તો આદ હજી પણ બેકાબુ છે અને ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે.સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટે આવી ગયો હતો,અને આ ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી અને કોઈ ઈજાગ્રસ્ત પણ થયું નથી,ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે છે,આગ કેમ લાગી તેનું કારણ અકબંધ છે.
રોડને કોર્ડન કરી દેવાયો છે
પોલીસે સુરક્ષાને લઈ રોડને કોર્ડન કરી દીધો છે, આગ લાગતાની સાથે જ કંપનીના તમામ કર્મચારીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાના કારણો અને નુકસાનનો અંદાજ હજુ મેળવવાનો બાકી છે.આસપાસના લોકોમાં પણ ગભરાહટ જોવા મળ્યો છે,તો મહત્વની વાત તો એ છે કે,આસપાસની ફેકટરીમાં આ આગ પ્રસરી નથી અને આસપાસની ફેકટરીમાંથી પણ શ્રમિકોએ માલ-સામાન સુરક્ષિત સ્થળે ખસેડી દીધો છે.









