ગુજરાતમાં અકસ્માતોની વણઝાર લાગી હોય તેમ દરરોજ અનેક શહેરોમાંથી ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવતા રહે છે. ભાવનગર સોમનાથ હાઇવે પર ફરી એકવાર અકસ્માતની ઘટના ઘટના બની છે. રાજુલા નજીક હાઈવે પર આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.


[[$googlead]]

ટાયર ફાટતા ગાડી પલટી મારી

ભાવનગર સોમનાથ હાઇવે પર ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. રાજુલા નજીક હાઈવે પર ઘટના બનતા ચકચાર મચી જવા પામ્યો છે. ગઈકાલે અકસ્માતની ઘટનામાં 3 વ્યક્તિના મોત થયેલા તે જ જગ્યા પર ફરી આજે અકસ્માતની બીજી ઘટના બની હતી. રાજસ્થાનનો પરિવાર ગાડી લઈ અને ફરવા નીકળેલા ત્યારે આ જગ્યા પર ટાયર ફાટતાં કાબુ ગુમાવતા ગાડીએ પલટી મારી હતી. જોકે આ અકસ્માતમાં કોઈ ઇજા ગ્રસ્ત થયેલ નથી પરંતુ ગાડીમાં નુકશાન થયું છે. ઘટનાની જાણ થતા રાજુલા પોલીસ ધટના સ્થળે પહોંચી છે.

[[$alsoread]]

ગઈકાલે પણ બની અકસ્માતની ઘટના

તમને જણાવી દઈએ કે, અમરેલી- ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અકસ્માતની મોટી ઘટના બની હતી. રાજુલાના હિંડોરણા રોડ ઉપર મીરા દાતર પાસે એસટી બસ, કાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. રાજુલા-જાફરાબાદ રૂટની એસટી બસ અને સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં સવાર ત્રણેય વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. સાથે જ એક બાઈક ચાલક એસટી બસ પાછળ ઘુસી જવાના કારણે ઈજાગ્રસ્ત થયો હતો.


  • Follow us on: