• માળિયા કોર્ટે આપેલી સજા સામે રાહત મેળવવા કરી હતી અરજી

  • વચગાળાની રાહત મેળવવા કરાઈ હતી અરજી
  • મારામારીના કેસમાં માળીયા કોર્ટે ફટકારી છે સજા

ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાની મુશ્કેલીમાં વધારો થયો છે. કેશોદ એપલેન્ટ કોર્ટે વચગાળાના જામીનની અરજી ફગાવી છે. માળિયા કોર્ટે આપેલી સજા સામે રાહત મેળવવા કેશોદ કોર્ટમાં અરજી કરી હતી. કેશોદ કોર્ટે અરજી ફગાવી દેતા ધારાસભ્ય વિમલ ચૂડાસમાને સજા પૂર્ણ ન થાય ત્યાં સુધી જેલમાં રહેવું પડશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, માળીયા હાટીના કોર્ટ દ્વારા ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમા સહીત 4 લોકોને હુમલાની ઘટનામા 6 માસની સજા ફટકારવામાં આવી હતી. 2010ના મારામારી કેસમાં ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચૂડાસમા દોષિત જાહેર કરાયા હતા. ત્યારે માળીયા કોર્ટે તેમને દોષિત જાહેર કરીને 6 માસની સજા સંભળાવી હતી.

વર્ષ 2010 માં મીત રોહન વૈદ્ય નામના શખ્સ પર હુમલો કરવાની ઘટના બની હતી. આ હુમલાની ઘટના હોલિડે કેમ્પ પાસે બની હતી. ત્યારે 12 વર્ષા બાદ આ કેસમાં માળિયા હાટીના કોર્ટે તેમને 2010ના મારામારી કેસમાં દોષિત જાહેર કર્યાં હતા. વિમલ ચુડાસમા સહિત ચાર લોકોને દોષિત જાહેર કર્યાં હતા. ત્યારે આ કેસમાં ધારાસભ્ય વિમલ ચૂડાસમાને 6 માસની સજા સંભળાવાઈ છે.

શું હતી ઘટના ?

વર્ષ 2010માં હોલીડે કેમ્પ ખાતે કોઈ મામલાને લઈને મીત વૈધ અને હરીશ ચુડાસમાં પર હુમલો કરાયો હતો. આ કેસ માળિયા કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેની કોર્ટે સુનાવણી હાથ ધરતાં ફેબ્રુઆરી માસમાં વિમલ ચુડાસમાને દોષિત જાહેર કર્યાં હતા અને 6 માસની સજા સંભળાવી હતી.

  • Follow us on: