• નકલી મિનિટ્સ બુકમાં સહી કરનારની થશે પૂછપરછ
  • અધિકારીઓને ડરાવી અને ધમકાવી સહી કરાવી હતી
  • નકલી દસ્તાવેજી પુરાવા ઊભા કરવા સાગઠિયાનો હતો પ્રયાસ

રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં નકલી મિનિટ્સ બુકમાં સહી કરનારની પૂછપરછ થશે. તેમાં મનસુખ સાગઠીયાએ નકલી મિનિટ્સ બુક બનાવી હતી. જેમાં અધિકારીઓને ડરાવી અને ધમકાવી સહી કરાવી હતી. તેમજ નકલી દસ્તાવેજી પુરાવા ઊભા કરવા સાગઠિયાનો પ્રયાસ હતો.

20 કર્મચારીઓની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરાશે

20 કર્મચારીઓની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરાશે. તેમજ લાપરવાહી અંગે મ્યુનિ. કમિશનરને રિપોર્ટ કરવામાં આવશે. ગેમઝોન અગ્નિકાંડ મામલે નકલી મિનિટ્સ બુકમાં સહી કરનાર ટીપી શાખાના તમામની પૂછપરછ થશે. જેમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાએ નકલી મિનિટસ બુક બનાવી હતી. જેમાં નકલી મિનિટ્સ બુકમાં અધિકારીઓને ડરાવી અને ધમકાવી સાગઠીયા દ્વારા સહિ લેવામાં આવી હતી. તથા ગેમઝોનના સંચાલકોને નોટિસ ફટકાર્યા બાદ પોતે કેટલી કામગીરી કરી તેના નકલી દસ્તાવેજી પુરાવા ઊભા કરવાનો સાગઠીયા પ્રયાસ કર્યો હતો.

 કેસની પૂછપરછ સમયે સાગઠિયાએ ખોટી મિનિટ્સ રજૂ કરી

રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા બાદ સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે દોષિતો સામે પગલા લેવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં અગ્નિકાંડ કેસમાં તત્કાલીન TPO મનસુખ સાગઠિયાનાં વધુ એક કારસ્તાનનો ખુલાસો થયો હતો. ક્રાઈમ બ્રાંચની પૂછરપછમાં મનસુખ સાગઠિયાનું પાપ પોકાર્યું હતું. જેમાં મનસુખ માંડવીયાએ પૂછપરછ દરમ્યાન પોતાનાં બચાવમાં સાગઠિયાએ ખોટી મિનિટ્સ રજૂ કર્યાનો સ્વીકાર કર્યો હતો તેમજ કેસની પૂછપરછ સમયે સાગઠિયાએ ખોટી મિનિટ્સ રજૂ કરી હતી.


  • Follow us on: