• અમદાવાદમાં વધુ એક સાયબર ફ્રોડ

  • 80 લાખમાંથી 50 લાખ રૂપિયાની રકમ ફ્રીઝ કરી
  • ભોગ બનનાર ફરિયાદીને 50 લાખ પરત કરાયા

અમદાવાદમાં વધુ એક સિમ સ્વેપિંગ કરીને ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ક્રાઇમ વિભાગે રૂ 80 લાખની છેતરપિંડી કેસમાં મહારાષ્ટ્રના પુણેથી એક આરોપીની ધરપકડ કરી હતી. આ ઠગાઈ કેસમાં સાયબર ક્રાઇમ વિભાગે રૂ 50 લાખ ફ્રીઝ કરીને ભોગ બનનારને પરત કર્યા હતા. જો કે આ ઘટનાની મોડસ ઓપરેન્ડી જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

જાણકારી પ્રમાણે આ કેસમાં જે મુખ્ય માસ્ટર માઈન્ડ છે તેની ઓળખ ગૌતમ ગોપાલચંદ્ર મુખરજી તરીકે થઈ છે. તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. જેણે સિમ સ્વેપિંગ કરીને રૂ 80 લાખની છેતરપિંડી કરેલી છે. સાયબર ક્રાઇમ વિભાગે મહારાષ્ટ્રના પુણેથી આ આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનાની વિશે વધુમાં વાત કરીએ તો અમદાવાદના એક યુવકનું વિટ્રાગ ફોમ પ્રા.લી કંપનીના નામથી બેંક ઓફ બરોડાનું એકાઉન્ટ હતું. જેમાં વોડાફોન કંપનીના મોબાઇલ નંબરનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આરોપીએ 30 મેના રોજ આ નંબરનું સિમ સ્વેપ કરીને બેંક એકાઉન્ટમાંથી રૂ 80 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું. આ મામલે ભોગ બનનાર વેપારીએ પછીથી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

[[$googlead]]

આ આરોપી ગૌતમ મુખર્જી ટેક્નોલોજીમાં નિષ્ણાત છે અને મૂળ ઝારખંડના રાંચીનો રહેવાસી છે. તેમજ અંગ્રેજી માધ્યમમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કરીને BCA કર્યું હતું. હાલમાં મહારાષ્ટ્રમાં પૂણેમાં આવેલી Incedo technology Solution Ltd. કંપનીમાં ફલોર એક્ઝિકયુટીવ તરીકે નોકરી કરે છે, આ આરોપી ઠગાઈ કેસમાં માસ્ટર માઈન્ડ છે. જેણે પોતાના સાગરીત સાથે મળીને અમદાવાદના યુવકનું કંપનીના રજીસ્ટર સીમકાર્ડ ઓનલાઇન સિમ સ્વેપ કરવા વોડાફોન કંપનીમાં કોલ કરીને આ સિમ કાર્ડ ટેમ્પરરી બંધ કરાવ્યું હતું અને ત્યાર બાદ કંપનીના બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર થયેલા સિમ કાર્ડના આધારે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરીને પોતાના રાંચીના HDFC બેંક એકાઉન્ટમાં રૂ 38 લાખ ટ્રાન્સફર કર્યા હતા અને ત્યાર બાદ wazirx કંપનીમાં નાખીને US ડોલર ખરીદ કરવા ટ્રાન્સફર કરેલા હતા. જ્યારે ICICI બેંકના એકાઉન્ટ માં રૂ 41.70 લાખ ટ્રાન્સફર કરીને 80 લાખની ઠગાઈ કરી હતી.

[[$alsoread]]

પકડાયેલા આરોપીનો ગુનાઈત ઇતિહાસ પણ સામે આવ્યો છે અને તેણે આ પ્રકારે અનેક ગુના આચર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. સાયબર ક્રાઇમે 80 લાખની ઠગાઈ કેસમાં સતર્કતા દાખવીને 50 લાખને તાત્કાલિક ફ્રીઝ કરાવીને ફરિયાદી યુવકને પરત કર્યા છે. જ્યારે સિમ સ્વેપિંગ કેસમાં વોડાફોન કંપનીના કોઈ કર્મચારીઓની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આ ગેંગના અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

  • Follow us on: