• નિકોલની યુવતીએ મુસ્લિમ યુવક સાથે કર્યા પ્રેમલગ્ન
  • લગ્ન બાદ યુવક યુવતી પર ગુજારતો હતો ત્રાસ
  • યુવતિએ અન્ય સંબંધો અંગે પુછતા મારી નાખવાની આપી ધમકી

અમદાવાદમાં વધુ એક લવજેહાદની ઘટના સામે આવી છે. જેમાં નિકોલની યુવતીએ મુસ્લિમ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેમાં યુવતી યુપીમાં હોટલમાં નોકરી કરતી હતી. તેમાં લગ્ન બાદ યુવક યુવતી પર ત્રાસ ગુજારતો હતો. તથા પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધોનો ખુલાસો પણ થયો છે.

લગ્ન બાદ યુવક યુવતી પર ગુજારતો હતો ત્રાસ
જેમાં યુવતીએ અન્ય સંબંધો અંગે પુછતા મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેથી પતિ સહિત 4 સાસરિયાઓ સામે નિકોલમાં ગુનો નોંધાયો છે. જેમાં નિકોલની હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક સાથેના પ્રેમલગ્ન ભારે પડયા છે. જેમાં યુપીમાં હોટલમાં નોકરી કરતી યુવતીને મુસ્લિમ યુવક સાથે પ્રેમ થયો હતો. તેમાં લગ્ન બાદ પતિએ હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી છોડાવી હતી. તથા અવારનવાર પતિ ઘરે મોડી કેમ આવી કહી ત્રાસ ગુજારતો હતો.

નિકોલની યુવતીએ મુસ્લિમ યુવક સાથે કર્યા પ્રેમલગ્ન
ઉલ્લેખનીય છે કે નમાઝ અને કુરાન પઢવા બાબતે હેરાન કરાતો હતો. પતિના ફોનમાં અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધોનો ખુલાસો થયો છે. તેમાં પતિને આ અંગે પુછતા તેણે મારી નાખવાની ધમકી આપી છે. તથા ઈલેક્શન હોવાથી બંદુક જમા છે, જે પરત આવે જોઈ લઈશ તેવી ધમકી આપી છે. તેથી પતિ સહિત 4 સાસરિયાઓ સામે નિકોલમાં ગુનો નોંધાયો છે.

  • Follow us on: