જૂનાગઢમાં “મહાશિવરાત્રિ મેળા” દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે આજે, 27.02.2025 (ગુરુવાર) ના રોજ વધુ એક “જૂનાગઢ-રાજકોટ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન” વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદે આ બાબતે જાણકારી આપી હતી.


આ ટ્રેનનું વિગતવાર વર્ણન આ મુજબ છે
01-રાજકોટથી જૂનાગઢ જવા વાળી રાજકોટ-જૂનાગઢ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 10.55 કલાકે ઉપડશે અને બપોરે 1.00 કલાકે જૂનાગઢ પહોંચશે
02- જૂનાગઢથી રાજકોટ જવા વાળી જૂનાગઢ-રાજકોટ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી બપોરે 1.40 કલાકે ઉપડશે અને 5.05 કલાકે રાજકોટ પહોંચશે.
03-ઉપરોક્ત બંને ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર ઉભી રહેશે. નોંધનીય છે કે ઉપરોક્ત બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ ટ્રેન તરીકે દોડશે.

વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ દૈનિક ટ્રેનમાં 1લી માર્ચથી અતિરિક્ત સ્લીપર કોચ લગાવવામાં આવશે
આગામી ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન (22958/22957)માં હંગામી ધોરણે વધારાનો સ્લીપર કોચ લગાવવાનો નિર્ણય લીધો છે

એક વધારાનો સ્લીપર કોચ લગાવવામાં આવશે
વેરાવળથી ગાંધીનગર કેપિટલ સુધી ચાલતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન (22958)માં તારીખ 01.03.2025 થી 30.04.2025 સુધી એક વધારાનો સ્લીપર કોચ લગાવવામાં આવશે.તેવી જ રીતે, ગાંધીનગર કેપિટલથી વેરાવળ જતી ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન (22957)માં એક વધારાનો સ્લીપર કોચ ગાંધીનગર કેપિટલથી તારીખ 02.03.2025 થી 01.05.2025 સુધી લગાવવામાં આવશે.

  • Follow us on: