• યુવરાજસિંહ જાડેજાના તોડકાંડમાં વધુ રકમ જપ્ત કરવામાં આવી
  • ભાવનગર પોલીસે વધુ રૂ.25.50 લાખની રોકડ જપ્ત કરી
  • યુવરાજના સાળા શિવુભાએ મિત્ર સંજય જેઠવાના ઘરે રોકડ છુપાવી

ડમીકાંડ માંથી શરૂ થયેલા તોડકાંડમાં નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં યુવરાજસિંહ જાડેજાના તોડકાંડમાં વધુ રકમ જપ્ત કરવામાં આવી છે. ભાવનગર પોલીસે વધુ રૂ.25.50 લાખની રોકડ જપ્ત કરી છે. આ રકમ યુવરાજસિંહના બીજા સાળા શિવુભાના મિત્રના ઘરેથી જપ્ત કરવામાં આવ્યા છે.

તોડકાંડમાં એક પછી એક નવા પહેલું સામે આવી રહ્યા છે. જેમાં યુવરાજસિંહના સાળા શિવુભાએ મિત્ર સંજય જેઠવાના ઘરે રોકડ છુપાવી હતી. એટલું જ નહીં ભાવનગર પોલીસે આ ઉપરાંત વિક્ટોરિયા પ્રાઈમ ઓફીસ નંબર 305 ની હાર્ડડિસ્ક રિકવરી કરવામાં આવી છે.


ડમીકાંડમાં યુવરાજસિંહનું નામ આવ્યા પછી ઘણાં નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં હવે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની ધરપકડ બાદથી પૈસા રિકવર કરવાની ભેદ પણ ઉકેલાતો હોય તેવું લાગી રહ્યો છે. યુવરાજના સાળા કાનભા પાસેથી 38 લાખ રિકવર કરાયા હોવાની પણ માહિતી સામે આવી રહી હતી.

આ વચ્ચે આજે યુવરાજસિંહના સાળા કાનભાને ભાવનગરની કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જેની પાસેથી વધુ માહિતીઓ અને ઘટનાની કેટલીક મહત્વની કડીઓ પણ મળી શકે છે. અત્યાર સુધીમાં યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર ત્યારે બિપિન અને ઘનશ્યામના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ વચ્ચે તોડકાંડના બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. જેના માટે પણ પોલીસની કાર્યવાહી તેજ બની છે.


  • Follow us on: