- ગરબા રમતા રમતા આવ્યો હાર્ટ એટેક
- LP સવાની રોડ ખાતે બન્યો બનાવ
- રાજ મોદી ગરબાની પ્રેક્ટિસ કરતો હતો
સુરતમાં ગરબા રમતા રમતા વધુ એક યુવકનું મોત થયુ છે. મિત્રને સ્માઈલ આપી યુવક ઢળી પડ્યો હતો. એલપી સવાની રોડ ખાતે બનાવ બન્યો હતો. રાજ મોદી ગરબાની પ્રેક્ટિસ કરતો હતો. અચાનક ગરબા રમતા રમતા બેભાન થાય બાદ ઢળી પડ્યો હતો. તથા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે ફરજ પરના તબીબીએ યુવાનને મૃત જાહેર કર્યો હતો.
યુવક નવરાત્રી બાદ લંડનમાં ભણવા જવાનો હતો
યુવક નવરાત્રી બાદ લંડનમાં ભણવા જવાનો હતો. યુવકના અચાનક મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તેમજ પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. કોરોના પછી ખાસ કરીને યુવાનોમાં હાર્ટએટેકથી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. જે બાબતે જુદા-જુદા તબીબો અલગ-અલગ કારણો આપી રહ્યા છે. આમ છતાં કોરોના પછી જ અચાનક યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ કેમ વધી ગયું છે તેની પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ત્યારે હવે ગરબામાં આયોજકો ડોક્ટર્સ અને તાત્કાલિક સારવાર વ્યવસ્થા માટે ચર્ચા કરી રહ્યાં છે. ગુજરાતના રાજકોટમાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં ચાર અને મેટોડા GIDCમાં એક મળી કુલ પાંચ વ્યક્તિઓના હાર્ટએટેકથી મોત નિપજ્યાં છે. આ તમામના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
હાર્ટએટેકથી મોત થયાનું કુવાડવા રોડ પોલીસે જણાવ્યું
અંબિકા ટાઉનશીપમાં વ્યંકટેશ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા લલિતસીંગ ગોપાલસીંગ પરીહાર ઘરે બેભાન થઈ જતાં સિવિલમાં ખસેડાયા હતા. જયાં મૃત્યુ નિપજ્યું હતું. સંતાનમાં એક પુત્ર છે. હાર્ટએટેકથી મોત થયાનું તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બીજા કિસ્સામાં કોઠારીયા ગામે રહેતા રાજેશભાઈ ગોરધનભાઈ ભૂત રાજકોટ નજીકના ખોરાણા ગામે પોતાની વાડીએ હતા ત્યારે બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેનું મોત નિપજયું હતું. ખેડૂત રાજેશભાઈને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. હાર્ટએટેકથી મોત થયાનું કુવાડવા રોડ પોલીસે જણાવ્યું હતું.
યુવતીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે
ત્રીજા બનાવમાં ખોખડદળ નદીના પુલ પાસે ઓમ ઉદ્યોગનગરમાં રહેતા રશીદખાન નત્થુખાન ઘરે બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેનું મોત નિપજયું હતું. આજી ડેમ પોલીસે હાર્ટ એટેકથી મોત થયાનું જણાવ્યું છે. રશીદખાન મજૂરી કામ કરતા હતા. તેના અકાળે મોતથી પરિવારના સભ્યો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા. ચોથા કિસ્સામાં મેટોડા જીઆઈડીસીમાં સ્થિત એસએસવી વાલ્વ કંપનીમાં નોકરી કરતા અને તેની જ ઓરડીમાં રહેતા વિજય માલુઆ સાંકેશ રસોઈ બનાવતી વખતે બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. હાર્ટએટેકથી મોત થયાનું મેટોડા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પાંચમાં કિસ્સામાં 21 વર્ષીય ધારા પરમાર બેફાન થઈ ગઈ અને તેમના ઘરે શંકાસ્પદ હૃદય બેસી જવાથી તેનું મોત થઈ ગયું. યુવતીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.









